ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે સુરત ટ્રાફિક પોલીસે કરી લાલઆંખ..

રાજ્યમાં રોજબરોજ રોડ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે અને ત્યારે સુરત ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે લાલઆંખ કરી છે. ચાલું વાહને મોબાઈલ પર વાત કરતા તેમજ રોંગ સાઈડ પર વાહન હંકારતા અને ગફલતભરી રીતે વાહન હંકારનાર 1070 વાહનચાલકોના લાઇસન્સ આરટીઓએ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે

ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ વેળા નિયમનો ભંગ કરનારા 2117 વાહનચાલકના લાઇસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને ભલામણ કરી હતી.અને જેમાંથી 1070 લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. પહેલી વખત 90 દિવસ માટે લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. હવે ફરી વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તો કાયમ માટે લાઇસન્સ રદ કરવા ભલામણ કરાશે.તેમજ નોધનીય છે કે કેટલાક વાહનચાલકોના લાઇસન્સ જૂના સોફ્ટવેરના હોવાથી સસ્પેન્ડ કરવાનું મુશ્કેલ બન્યું હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.