હાર્દિક પટેલના ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે. ત્યારે હાર્દિક પટેલને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે અને એટલે કે આવતી કાલે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં હાર્દિક મોટો ઘટસ્ફોટ કરી શકે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે અને ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જ હાર્દિક પટેલ પર હુમલા કરી રહ્યાં છે.
હેમાંગ વસાવડા કહ્યું કે હાર્દિક પટેલે કીધું એમ ટિકિટ આપવામાં આવી હતી, યુપી, બિહાર અને પંજાબમાં તેમને મોકલવામાં આવ્યા હતા. રાહુલજીએ તેમને ખૂબ જ તકો આપી હતી અને તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાણા નથી તેવું તો પહેલેથી દેખાતું હતું, આમારી પાર્ટી સક્ષમ છે અને તેમના જવાથી કોઈ નુકસાન થવાનું નથી. જે રીતે એમણે ચૂંટણી લડવાની મંજૂરી મેળવી અને ફટાફટ કેસો પાછા ખેંચાવવા મંડ્યા એટલે પહેલેથી જ એંધાણ હતા કે તેઓ પાર્ટી છોડવાના હતા.
કોંગ્રેસનેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે હાર્દિક પટેલના જવાથી કોઈ મોટી ખોટ પડવાની નથી અને તેઓ ભાજપના શરણે જઈ રહ્યા છે. જે ભાજપની સામે તેઓ નિવેદનો કરી રહ્યા હતા તે જ ભાજપમાં તેઓ જઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.