અમદાવાદના શહેરના સરખેજ YMCA ક્લબની સામે આવેલ મરડિયા ફાર્મ હાઉસના બંગલામાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંગલામાંથી ભગવાનની ત્રણ મૂર્તિઓની ચોરી કરી હતી. અમદાવાદમાં ચોરીના બનાવ સામાન્ય બન્યા છે અને તસ્કરોને પણ પોલીસનો દર ન હોય તેમ ચોરી કરે છે. આ બનાવની મળતી વિગત પ્રમાણે રસિકલાલ શાંતિલાલ મરડિયાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદી રસીકભાઇ અને તેમની પત્ની સાથે મરડિયા ફાર્મ હાઉસમાં રહે છે અને સંતાનમાં તેને બે દીકરીઓ છે જેના લગ્ન થઇ ગયા હોવાથી તે તેના સાસરિયામાં રહે છે. ગત 8ના રોજ રાત્રે રસિકલાલ જમીને સુઈ ગયા હતા અને સવારે નિયમ પ્રમાણે ઉઠીને મંદિરમાં ગયા હતા તે દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ત્રણ નાની ભાગવાનની ચાંદીની મૂર્તિઓ નજરમાં આવી ન હતી અને સાથે ચાંદીનો કળશ પણ નજર ન આવતા રસિકલાલે પોતાના રૂમમાં અને અન્ય જગ્યાએ તાપસ કરી હતી પરંતુ તે મૂર્તિઓ ગાયબ હતી અને વધુમાં તે દીકરીઓના રૂમમાં ગયા ત્યારે માલુમ થયું કે બેડરૂમના કબાટ ખોલેલા જોવા મળ્યા હતા.
કપડાં તેમજ અન્ય પરચુરણ વસ્તુઓ વેરવિખેર થયેલી જોવા મળી હતી.તેમજ બીજા અન્ય એક ચિલ્ડ્રન રૂમમાં પણ લોંખડની તિજોરી ઉઘાડી હતી અને તેમાં પણ સમાન અસ્તવ્યસ્ત હતો. આ જોતા જ કોઈ અજાણ્યો શખ્સ બંગલાની અંદર પ્રવેશયો હોવાનું માલુમ થયું હતું જોકે રોકડ રકમની ચોરી થઇ ન હતી ફક્ત ચાંદીના ભગવાનની મૂર્તિ જ નજરમાં આવી ન હતી જેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.