દેશમાં હાલ ઓટો સેક્ટર પર મંદીના વાદળ છવાયા છે. જ્યારે આ સ્થિતિમાં દેશના ઓટો સેક્ટરની પ્રમુખ કંપનીઓમાંથી એક હોન્ડા કંપનીએ તેના 2500 કર્મચારીઓને ઘર ભેગા કર્યા છે. કંપની દ્વારા જે કર્મચારીઓને કોન્ટ્રેક્ટ પર રાખવામાં આવ્યા હતા. એવા કર્મચારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રો મુજબ મંદીના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના ગુરુગ્રામના માનેસર પ્લાન્ટથી લગભગ 2500 કર્મચારીઓની છટણી કરી છે. આ કર્મચારીઓ કોન્ટ્રેક્ટ બેઝ હતા. નોકરી જતા કર્મચારીઓએ કંપની પ્લાન્ટ બહાર રોડ પર ભારે હોબાળો મચાવ્યો અને વિરોધ કર્યો. રિપોર્ટ મુજબ કંપનીમાંથી બહાર કરવામાં આવેલ કર્મચારીઓ હોન્ડા પ્લાન્ટની બહાર જમા થયા હતા અને તે મેનેજમેન્ટના નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યા હતા.
રિપોર્ટ પ્રમાણે જ્યારે ગઈકાલે છટણી કરેલા કર્મચારીઓએ કંપનીના પ્લાન્ટની બાહર હોબાળો કર્યો તો ત્યાં સુરક્ષા હેતું પોલીસ દળને બોલાવવામાં આવ્યા હતા. કર્મચારીઓનો આરોપ છે કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર બહાર કરવામાં આવ્યા છે. જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓથી ઓટો સેક્ટરમાં જબરદસ્ત મંદી જોવા મળી રહી છે. તેથી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કેટલીક ઓટો કંપનીએ અસ્થાઈ તરીકે ઉત્પાદન પર રોક લગાવી હતી. ઉપરાંત કર્મચારીઓની છટણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઓગસ્ટ મહિનામાં મંદીના કારણે ઉત્પાદન ઘટતા હોન્ડા કંપનીએ માનેસર પ્લાન્ટથી 700 અસ્થાયી કર્મચારીઓને બહાર કર્યા હતા. આ સિવાય કંપની હાલની મંદીની સ્થિતીથી લડવા માટે અન્ય ખર્ચમાં ઘટાડો કરવાના ઉકેલ શોધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.