નવજોતસિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની કઠોર જેલની સજા ફટકારી, જાણો સમગ્ર મામલો…

રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જૂના આદેશને બદલી નવજોતસિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 1998ની છે. જેમાં મારામારી બાદ એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અગાઉ સિદ્ધુને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.અને જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે.

આ વર્ષે 25 માર્ચે સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિદ્ધુની સજા વધારવી કે નહીં તે નક્કી કરવાનું હતું. પીડિત પરિવારની સમીક્ષા અરજી પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને આ અગાઉ પણ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ પોતાના મિત્ર રુપિન્દર સિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના બજારમાં પહોંચ્યા હતાં. આ જગ્યા તેઓના ઘરથી માત્ર 1.5 કિમી જ દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતા. એ વખતે તેઓની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થયાને માત્ર એક વર્ષ થયું હતું. એ જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેઓની દલીલ થઈ હતી. આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યા હતા. ત્યાર બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું જો કે, એવાં અહેવાલો પણ સામે આવ્યા હતા કે ગુરુનામ સિંહનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.