ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં સંબંધને શર્મસાર કરી દે તેવી ઘટના ઘટી છે. અહીં એક યુવકે પોતાના સાવકી માતા સાથે જ લગ્ન કરી લીધા છે. આ ઘટના લોકોને તે સમયે ખબર પડી જ્યારે મહિલાનો પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે માતા-પુત્રના લગ્ન આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને આ મામલો જિલ્લાના કોતવાલી બાજપુરનો છે. જ્યાં પીડિત વ્યક્તિએ પોલીસને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે, તેણે 11 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા.
પહેલી પત્નીથી તેને બે બાળકો છે. બીજા લગ્ન પછી તેના બંને છોકરાઓ તેને છોડીને જતા રહ્યા હતા. બીજી પત્નીથી તેને ત્રણ બાળકો છે, જેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. આ દરમિયાન પહેલી પત્નીના છોકરાઓનું ઘરે આવતા રહેતા હતા. બધા લોકો એક પરિવારની જેમ આરામથી રહેતા હતા. પીડિતે આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની પિયર ગઈ હતી અને ઘણા દિવસો સુધી પાછી ન આવી તો તે તેને લેવા માટે ગયો હતો. તે સમયે ખબર પડી કે તે મારા છોકરા સાથે રહેવા લાગી છે. પીડિતે આરોપ લગાવ્યો હતો કે પુત્રએ તેની સાવકી માતા સાથે જ લગ્ન કરી લીધા છે અને બંને સાથે જ રહે છે. તે પોતાની પત્નીને લેવા માટે પુત્ર પાસે ગયો તો તેની સાથે મારામારી કરી હતી.
પત્નીએ પણ તેની સાથે આવવાની ના પાડી દીધી હતી. એ સિવાય પીડિતે પત્ની પર 20 હજાર રૂપિયા લઈ જવાનો આરોપ પણ લગાવ્યો છે. આરોપીની ફરિયાદ પછી હવે પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. બન્ના ખેડા ચોકી ઈન્ચાર્જ અર્જૂન ગિરી ગોસ્વામીએ કહ્યું કે, તેમને એક ફરિયાદ મળી છે, જેમાં એક વ્યક્તિએ પોતાના પુત્ર પર માતાને ભગાડી જવાનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદ મળ્યા પછી પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.