સુરતના રાંદેરમાં યુવકને લગ્નના 5 દિવસમાં પત્ની પિયર જતી રહી અને સમાધાનના 50 લાખ નહીં આપો તો જાનથી મારી નાંખવાની મળી ધમકી…

સુરતના રાંદેર ખાતે રહેતા અને ચેન્નઈ ખાતે કસ્ટમમાં નોકરી કરતા યુવકની પત્ની લગ્નનાપાંચ જ દિવસમાં કોઈ કારણ વગર મુંબઈ પિયર જતી રહી હતી.અને બાદમાં સમાધાન માટે યુવકનાં સાસરિયાં પક્ષ તરફથી વચ્ચે પડેલા નટુભાઈ નામના વ્યક્તિએ ઘરે આવીને સમાધાનના ૫૦ લાખ નહીં આપે તો જાનથી મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ રાંદેર પોલીસમાં નોંધાઈ છે.

મોરા ભાગળ દાંડી રોડ પર શિવદર્શન રો હાઉસમાં રહેતા ૬૯ વર્ષીય લવજી જેઠા ગોહિલ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને તેમને સંતાનમાં બે પુત્ર છે. નાનો પુત્ર ચેન્નઇ ખાતે કસ્ટમ ઓફિસમાં નોકરી કરે છે. તેનાં લગ્ન મનસુખ કુંઢડિયાની પુત્રી ભાવીકા સાથે વર્ષ-૨૦૧૬માં મુંબઈ ખાતે કોર્ટે મેરેજ થયાં હતાં અને ત્યાર પછી સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. ભાવીકા પાંચેક દિવસ સુરતમાં રહ્યા બાદ મુંબઈ જતી રહી હતી. પરત નહીં આવી તેણે મુંબઈની થાણેની કોર્ટમાં ખોરાકી માટે કેસ દાખલ કર્યો હતો. જેથી પુત્ર દીપકે પણ સુરત ખાતેની કોર્ટમાં લગ્ન હક્કનો પુન: સ્થાપન માટે કેસ કર્યો હતો. લગ્ન પહેલાં મુંબઈ થાણેમાં ફ્લેટ લીધો હતો અને લગ્ન બાદ ભાવીકા ૨૦૧૭થી અલગ રહે છે. મુંબઇનો ફ્લેટ લીધો એ ફ્લેટમાં ભાવીકાના પિતાએ તેનું પણ નામ રખાવ્યું હતું. ભાવીકાને પરત લાવવા અનેક વખત સમાધાનની કોશિશ કરી હતી.

સમાજના વડીલોની હાજરીના છૂટાછેડા માટે મૌખિક સંમતિ બની હતી. ભાવીકાના પિયર પક્ષ તરફથી નટુ ધારૈયાને સમાધાનની વાતચીત કરવા માટે મોકલ્યા હતા. બંને વચ્ચે સમાધાન નહીં થતાં નટુભાઈ સમાધાનની વાતમાં વચ્ચે પડ્યા હતા. ઘણો સમય થતાં નટુભાઈ ગત ૨૯ એપ્રિલે સાંજે લવજીભાઈના ઘરે ગયા હતા અને કહ્યું હતું કે અમારા સંબંધી મનશુભાઇ સાથેના સમાધાનના રૂ.૫૦ લાખ આપો તેમ કહી ગાળો આપી પૈસા નહીં આપશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગયા હતા. આ અંગે રાંદેર પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.