રાજકોટમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે, 2 માસની દીકરીને તાવ આવતા દવાના બદલે ડામ આપવામાં આવ્યા…

ગુજરાત ભલે દેશના અન્ય રાજ્યો માટે સ્માર્ટ મોડલ છે પરંતુ ગુજરાતના છેવાડાના ગામોમાં હજી પણ એવા કિસ્સા બનતા રહે છે જે ગુજરાતના વિકાસ પર સવાલ ઉભા કરે છે અને આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં અંધશ્રદ્ધાના કારણે મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધા હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવી છે અને આ સમગ્ર કિસ્સો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 2 માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશના પરિવાર વર્ષોથી ગોંડલના ગુંદાળા ચોકડી પાસે રહે છે. પરિવાર ગોંડલમાં મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં અખિલેશ નામના વ્યક્તિને બે માસની દીકરી છે. આ દીકરીને તાણ, આંચકી અને તાવ આવતો હોવાથી બાળકીનો પરિવાર દાહોદના કટવારા ગામે એક ભૂવા પાસે લઈ ગયા હતા.અને જ્યાં તે ભૂવાએ બાળકીને સારૂં થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હતા. બાળકીની તબિયત વધારે ખરાબ થતા પહેલા તો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ તેમે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

આ સમગ્ર બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે અને ત્યારે આ ઘટના સામે આવતા આગામી દિવસોમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી ભૂવા સામે કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે ભૂવા દ્વારા ડામ આપ્યા બાદ બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટ ખાતે કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટમાં ગુરુવારના સારવાર માટે ખસેડવામાં આવી હતી. પહેલા તો બાળકીને પરિવાર દ્વારા ગોંડલની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.