પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગુરુવારે એટલે કે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ પછી માને કહ્યું કે, તેઓએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરી. તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્રએ ગઈ કાલે અમને પંજાબમાં આંતરિક સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ આપી છે અને આજે અમે વધુ 10 કંપનીઓની માંગણી કરી હતી, જેને ગૃહમંત્રીએ સ્વીકારી લીધી છે અને ભગવંત માને કહ્યું કે, ગૃહમંત્રીએ કહ્યું છે કે આંતરિક સુરક્ષા માટે પંજાબને જે પણ મદદની જરૂર પડશે તે કેન્દ્ર સરકાર આપશે.
ભગવંત માને કહ્યું કે, પટિયાલામાં કાયદો અને વ્યવસ્થાને લઈને બનેલી ઘટના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને પક્ષથી ઉપર ઉઠીને રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં સહયોગ આપવામાં આવશે.
પંજાબના વિવિધ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો ઘઉંની ઓછી ઉપજ માટે 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ અને 10 જૂનથી સમગ્ર પંજાબમાં ડાંગરની વાવણી શરૂ કરવા સહિતની અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે તેમજ જોકે, ખેડૂત સંગઠનોએ બુધવારે મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કર્યા બાદ વિરોધ પાછો ખેંચવાની જાહેરાત કરી છે.
ભગવંત માને કહ્યું, અમે એન્ટી ડ્રોન ટેક્નોલોજીની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રીય સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.અને ભાકડા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડમાં બાસમતી પાક અને પંજાબ ક્વોટા સહિત અન્ય ઘણી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.