અયોધ્યાના ચુકાદા પહેલાં PM મોદીએ મંત્રીઓને આપી ખાસ સલાહ, કહ્યું કે નિવેદનબાજી….

અયોધ્યા કેસ પર આવનાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર ખૂબ જ સજાગ છે. સૂત્રોના મતે વડાપ્રધાન મોદીએ બુધવારના રોજ કેબિનેટ બેઠક કરી અને મંત્રીઓને સલાહ આપી કે ઉશ્કેરણીભરી નિવેદનબાજી થવી જોઇએ નહીં. કોર્ટના નિર્ણય પહેલાં દેશમાં કોઇ અપ્રિય ઘટનાથી બચવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.

કારણ વગરની નિવેદનબાજી થવી જોઇએ નહીં: મોદી

સૂત્રોના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીપરિષદની બેઠકમાં કહ્યું કે અયોધ્યા કેસ પર કારણ વગરની નિવેદનબાજી થવી જોઇએ નહીં. સાથો સાથ પીએમ મોદીએ અયોધ્યા વિવાદ પર આવનારા નિર્ણયને લઇ દેશમાં શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવામાં સહયોગ કરવાની અપીલ કરી.

સાંસદોને પોતાના સંસદીય ક્ષેત્રમાં રહેવાનો નિર્દેશ

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં કેન્દ્ર સરકારે તમામ સાંસદો અને મંત્રીઓને પોત-પોતાના સંસદીય ક્ષેત્રોમાં રહેવાનું કહ્યું છે. તેની સાથે જ નિર્ણયના થોડાંક દિવસ બાદ શાંતિ-વ્યવસ્થા બનાવી રાખવાની અપીલ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દા પર નિર્ણયની ઘડીઓ જેમ-જેમ નજીક આવતી જઇ રહી છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા યથાવત રાખવાની એજન્સીઓ પણ સંપૂર્ણપણે મુસ્તૈદ થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.