ઈલેક્ટ્રીક વાહનોમાં આગની ઘટનાઓને લઈને હજુ લોકોમાં ચિંતા ગઈ નથી ત્યાં તો ફરી વાર એક નવા પ્રકારના અકસ્માતે લોકોનું દિમાગ કામ કરવાનું બંધ કરી દીધું છે. રસ્તા પર દોડતા ઓલાના સ્કૂટરના અચાનક બે કટકા થઈ ગયાની એક ઘટના પ્રકાશમાં આવી છે. જે ભાઈના ઓલાના સ્કૂટરના બે કટકા થઈ ગયા હતા અને તેણે તેની તસવીર ટ્વિટર પર શેર કરતા લોકોએ ફરિયાદનો મારો ચલાવ્યો હતો. કંપનીને જવાબ આપવો ભારે પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ટ્વિટર પર શ્રીનાધ મેનન નામના યુઝરે ઓલા સ્કૂટરના બે ટુકડા થઇ જવાની ફરિયાદ કરી હતી અને પોતાના ટ્વીટમાં ઓલા ઇલેક્ટ્રિક અને કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલને પણ ટેગ કર્યા હતા. આ પોસ્ટમાં કાળા રંગના ઓલા સ્કૂટરનું આગળનું વ્હીલ તૂટેલું જોઇ શકાય છે. યુઝરે તેની પોસ્ટની સાથે લખ્યું છે…”. ઓછી સ્પીડે વાહન ચલાવવા છતાં આ સ્કૂટરનો આગળનો કાંટો તૂટી ગયો હતો. હવે અમે આ ગંભીર અને ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અમને આ સ્કૂટરનું રિપ્લેસમેન્ટ જોઈએ છે. તે જ સમયે અને અમે ઇચ્છીએ છીએ કે તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે જેથી હલકી ગુણવત્તાવાળી સામગ્રીને કારણે થતા માર્ગ અકસ્માતોમાં અમારું જીવન બચાવી શકાય.
મેનનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ઓલા સ્કૂટર તૂટવાની ફરિયાદોનો દોર શરૂ થયો હતો અને એક પછી એક યૂઝર્સે કંપનીના સ્કૂટરની ક્વોલિટી વિશે પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું અને સાથે મળીને સ્કૂટરના બે ટૂકડામાં વહેંચાઈ જવાની ફરિયાદ કરવા લાગ્યા.
અન્ય એક યુઝરે પોસ્ટ કર્યું હતું કે, તેના ઓલા સ્કૂટરનો આગળનો કાંટો માત્ર 25 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પહાડી માર્ગ પર આગળ વધી રહ્યો હતો. પછી તે અચાનક દિવાલ સાથે અથડાયો અને તૂટી ગયો. જ્યારે આવી જ એક ઘટના ફ્લેટ રોડ પર ચાલતા ડ્રાઇવર સાથે બની હતી અને આના પર ઓલા ઇલેક્ટ્રિકે જવાબ આપ્યો કે તે ખૂબ જ જલ્દી યુઝર સાથે કનેક્ટ થશે અને મામલાની તપાસ કરશે. આવા જ કેટલાક વધુ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. સાથે જ અનેક લોકોએ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.