સુરતના મોટા વરાછા વિસ્તારમાં એપલ હાઈટ્સના પરિસરમાં આવેલી ક્રિયાંશ સ્પા નામની દુકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો. ક્રિયાંશ સ્પામાં વેશ્યાલય ચલાવવાની માહિતીના આધારે પોલીસને ગુનાહિત સામગ્રી મળી આવી હતી.અને આ સાથે 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. અને 4 મહિલા મળી આવ્યા હતા.
મોટા વરાછા સ્થિત એપલ હાઇટ્સમાં આવેલી ક્રિયાંશ સ્પાની દુકાન નંબર 105માં પોલીસે દરોડો પાડતાં વેશ્યાલય ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું અને આ દરમિયાન 4 લલના અને બે ગ્રાહકો અને એક એડમિનિસ્ટ્રેટર મળી આવ્યા હતા. આરોપી રૂપાલી શશીકાંત રામકૃષ્ણ પાટીલ, વિપુલ હિંમતભાઈ વાળા અને નિકુંજ બાબુભાઈ વેકરીયા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
સ્પાની આડમાં ચાલતા વેશ્યાલયમાં પીડિત ચાર મહિલાઓને પોલીસે પૂછપરછ બાદ છોડી મુકી હતી અને દરોડા દરમિયાન, આરોપીઓ પાસેથી 13,500 રૂપિયાની કિંમતના 11420 મોબાઈલ ફોન તેમજ 24,920 રૂપિયાની કિંમતના 3 કોન્ડોમ અને ડાયરીઓ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.