મુંબઈ ટ્રાફિક પોલિસે બુધવારે એક નવો નિયમ બહાર પાડ્યો છે જેમાં બાઇક પર પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે અને જો એમ કરવામાં ન આવે તો તેમની પાસેથી દંડ ભરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ નિયમને પંદર દિવસ બાદ લાગૂ કરવામાં આવશે. પંદર દિવસમાં વાહનચાલકોએ પાછળ બેસાડનારને પણ હેલમેટ પહરેવાની આદત પાડી દેવા માટેની મુદત આપી છે અને આટલા દિવસ બાદ જો કોઈએ પણ હેલમેટ ન પહેર્યું હોય તો તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે.
જોકે હેલમેટ પહેર્યું હોય તો પણ ટ્રાફિકના નિયમ મુજબ વાહનચાલકને દંડ કરી શકાય છે. નવા નિયમ મુજબ વાહનચાલકે હેલમેટનો બેલ્ટ બાંધેલો હોવો જોઈએ. જો તેણે બેલ્ટ ન બાંધ્યો હોય તો નિયમ 194D MVA અનુસાર, 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને તેમાં જો વાહનચાલકે ફાલતુ કંપનીની એટલે કે BIS રજિસ્ટ્રેશન માર્ક વગરનું હેલમેટ પહેર્યું હોય તો પણ તેના પર 1000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.
બે વર્ષ પહેલાં કેન્દ્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ઇન્ડિયામં ટૂ-વ્હીલર માટે ભારતીય માનાંક બ્યૂરો એટલે કે BIS દ્વારા પ્રમાણિત હેલમેટનું જ વેચાણ કરવામાં અને બનાવવામાં આવશે.અને સુપ્રિમ કોર્ટના નિર્દશો મુજબ, સડક સુરક્ષાની એક સમિતિએ 2018ના માર્ચમાં દેશમાં હલકા હેલમેટ માટેની ભલામણ કરી હતી.
જોકે દરેક રાજ્યમાં હેલમેટને લઈને જુદા-જુદા નિયમો છે. ઘણાં શહેરમાં લોકલમાં હેલમેટ પહેરવા માટેની છૂટ છે તો ઘણાં રાજ્યમાં ઘરી બાહર નિકળતાની સાથે જ હેલમેટ પહરેવું ફરજિયાત છે. ઘણાં શહેરોમાં હવે CCTV આવી ગયા છે અને જેથી પોલીસ પણ આ કેમેરાની મદદથી ચલાણ કાપતી જોવા મળે છે. આથી વાહનચાલક માટે નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.