માતાજીના માંડવામાં ધુણ્યા બાદ જાણો શુ કહ્યું રાજયકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ??

રાજકોટના ગુંદા ગામે રૈયાણી પરિવારે ખોડીયાર માતાજીનો માંડવો યોજ્યો હતો. જેમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી ધૂણવા લાગ્યા હતા. સાથે જ સાકળ લઈને પોતાના શરીર પર ફટકારતા પણ નજરે ચડ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે જાણીતા છે અને આમંત્રણપત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે.

આ અંગે રૈયાણીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારા કુળદેવીનો કાર્યક્રમ હતો. હું નાનપણથી પરિવારનો ભૂવો છું અને અમે દોરા-ધાગા કરતાં નથી કે દાણા કોઇને આપતા નથી. અમે માનીએ છીએ એટલે હું ધૂણ્યો તો બીજી તરફ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા એ કહ્યું કે રૈયાણીનું કૃત્ય અશોભનીય છે.

શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા ધૂણવાની ખરાઈ કરતા અરવિંદ રૈયાણી કહે છે તેઓ પોતે રૈયાણી પરિવારના રાખડી બંધ ભુવા છે અને ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 2019ની ચૂંટણી સમયે પણ રૈયાણીનો ધૂણતો વીડિયો વાયરલ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.