પરેશ રાવલ બોલિવુડનાં સૌથી શાનદાર અભિનેતાઓમાં સામેલ છે. ભલે નેગેટિવ પાત્ર હોય કે કોમેડી ફિલ્મ, પરેશ રાવલ દરેક રોલમાં છવાઈ જાય છે. પરેશ રાવલ આજે પોતાનો 67મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમણે બોલિવુડમાં એકથી વધીને એક ફિલ્મો કરી છે અને પોતાની દરેક ફિલ્મથી દર્શકોનાં દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.અને પરેશ રાવલ ફિલ્મોથી લઈને સોશિયલ મુદ્દાઓ પર પણ પોતાનો ઓપિનિયન આપતા રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ પોતાના ફેન્સ સાથે તેઓ કનેક્ટેડ રહે છે.
પરંતુ, તેઓ પોતાની પર્સનલ લાઈફ વિષે વધારે વાતો કરતા નથી. તેમની પર્સનલ લાઈફ વિષે ખૂબ જ ઓછા લોકો જાણે છે. પરેશ રાવલનો જન્મ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને થીએટરમાં રૂચી હતી અને બોલિવુડમાં તેમને ફિલ્મો પણ મળવા લાગી. પરેશ રાવલ વિષે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેમના લગ્ન મિસ ઇન્ડિયા સાથે થયા છે અને બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. પરેશ રાવલની લવ સ્ટોરી ફિલ્મી જ છે.
પરેશ રાવળે 1975માં પહેલી વાર સ્વરા સંપતન જોઈ તો પોતાનું દિલ ખોઈ બેસ્યા. તેમણે ત્યારે જ નિર્ણય કરી લીધો હતો કે તેઓ સ્વરા સંપત સાથે જ લગ્ન કરશે. સ્વરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગુલાબી રંગની સાડી પહેરીને હું પેમ્પલેટ વહેંચી રહી હતી. ત્યારે જ પરેશ પોતાના મિત્રો સાથે આવ્યા અને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવાનો છુ અને ત્યાર બાદ એક વર્ષ સુધી અમારી કોઈ વાતચીત થઇ ન હતી. થોડા સમય બાદ મેં પરેશનું પ્લે જોયું અને હું ફેન બની ગઈ.
સ્વરા સંપત અને પરેશ રાવલ ધીરે ધીરે એકબીજાની નજીક આવી ગયા હતા. પરિવાર અને પરેશ રાવલનાં કહેવા પર તેમણે 1979માં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં બ્જ્હાગ લીધો અને જીતી પણ ગઈ. તે જ વર્ષે તેમણે મિસ યુનિવર્સ પ્રતિયોગીતામાં પણ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું અને ત્યાર બાદ પરેશ રાવલ અને સ્વરા સંપતે પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.