ઝારખંડ સ્થિત ચતરાનાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લરકુઆ ગામમાં જાનૈયાઓ સાથે ડાન્સ કરવાના કારણે એક વ્યકિતએ તેના પરિવારના લોકો સાથે મળીને પોતાની પત્નીની માર મારીને હત્યા કરી નાખી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાની જાણ તેમને થતા પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી, પોલીસે પત્નીની હત્યા કરનાર પતિ શીતલ ભારતીની અટકાયત કરી હતી.અને અદાલતે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી આપ્યો છે. તેમણે જણાવ્યું કે ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લરકુઆ ગામની છે.
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર અવિનાશ કુમારના જણાવ્યા અનુસાર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લરકુઆ ગામનો રહેવાસી શીતલ ભારતી પોતાની પત્નીની સાથે શુક્રવારે પોતાની બહેનના દિકરાના લગ્ન પ્રસંગમાં વશિષ્ઠનગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલ ઘંઘરી ગામ ગયો હતો.
આત્મહત્યા બતાવવા માટે બોડીને ફંડા સાથે લટકાવી પત્નીના મૃત્યુ પછી પતિ અને તેના પરિવારજનોએ આ ઘટનાને આત્મહત્યાનું રૂપ આપવા માટે એક ચાલ ચાલી જેથી ખબર નહીં પડી શકે કે હત્યા કરવામાં આવી છે અને જેના માટે મૃતકના પતિ અને તેના સાસરિયાના અન્ય લોકોએ મળીને શાંતિની બોડીને ફંડા સાથે લટકાવી દીધી. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે આવીને બોડીને નીચે ઉતરતા બોડી પરથી માર માર્યાના નિશાન મળી આવતા પોલીસને સમગ્ર મામલાની જાણ થઇ જતા પોલીસે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ રાત્રે આશરે 10 વાગ્યે લગ્ન પ્રસંગમાં મૃતક શાંતિ (ઉ.વ 24) પણ જાનૈયાઓની સાથે ડાન્સ કરવા લાગી જે તેના પતિને શીતલ ભારતીને નહી ગમ્યું.અને જેને પગલે શીતલે ગુસ્સામાં આવીને પોતાના પરિવારજનોની સાથે મળીને શાંતિને એ હદે માર માર્યો કે જેને કારણે શનિવારના રોજ તેનું મૃત્યુ નીપજ્યું.
ઘટના વિશે શાંતિના પિયરના લોકો તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધારે સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ લવ કુમારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શીતલની અટકાયત કરી લીધી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ પછી શાંતિની બોડી તેના પરિવારજનોને આપી દેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.