ગ્લેમર ગર્લ નોરા ફતેહી જે પણ પહેરે છે, તેમાં સ્ટનિંગ જ લાગે છે. નોરાએ પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સને એકવાર ફરી પોતાના દીવાના બનાવ્યા છે. અને એક્ટ્રેસ રિયાલીટી શો ડાન્સ દીવાને જુનિયર્સનાં સેટ પર પહોંચી હતી. મેક અપ રૂમમાં તૈયાર થઈને નોરા બહાર નીકળી તો પેપરાઝીએ તેને ઘેરી લીધી. આ દરમિયાન, નોરા ફતેહીનો સ્ટનિંગ લૂક જેણે પણ જોયો, તો જોતા જ રહી ગયો.
નોરા અલ્ટ્રા ગ્લેમરસ લૂકમાં જોવા મળી. તેમનો આ લૂક કોઈ રેડ કાર્પેટ લૂક સામે પાછળ પડે એવો ન હતો. સુપર સ્ટાઈલીશ અવતારથી નોરાએ પોતાના ફેન્સનાં દિલ જીતી લીધા. નોરા બ્લૂ ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં જોવા મળી. તેનું આ ગાઉન અત્યંત સ્ટનિંગ હતું. નોરાના વિન્ટેજ લૂકના ફેન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નોરાનું આ ગાઉન વન સાઈડ થાઈ સ્લિટ હતું અને તેને રોયલ લૂક આપવા માટે નોરા ફતેહીએ આ જ કલરનાં લોંગ સ્લીવ ગ્લવ્સ પહેર્યા હતા. આ ગ્લવ્સ નોરાની બ્યૂટીમાં વાવ ફેક્ટર એડ કરી રહ્યા હતા.
નોરાએ પોતાના લૂકને હાઈ હિલ્સ, સિલ્વર નેકપીસ, બ્રેસલેટ, મેસી પોનીટેલ સાથે કમ્પલીટ કર્યો. નોરા હેડ ટૂ ટો ડિવા લાગી રહી હતી. આમ તો નોરાનો આ લૂક શાનદાર હતો પણ હેટર્સની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પર એવા લોકો પણ છે અને જેમને નોરાનો આ લૂક પસંદ પડ્યો નથી. પહેલા તો નોરાએ આટલી ગરમીમાં વેલવેટ આઉટફીટ પહેર્યું છે એટલા માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને બીજું તેની ટ્રેનને કારણે, જે રસ્તા પર ચાલતા ચાલતા રોડ પણ સાફ કરી રહી છે. એક યુઝરે લખ્યું કે આખી ગલીમાં ચાલશે તો તે આખી ગલી પણ સાફ થઇ જશે.અને બીજાએ લખ્યું કે ભાઈ આટલી ગરમી છે, આ આમ કેમ પહેરી શકે છે. તો અન્ય યુઝરે લખ્યું કે સ્વચ્છ ભારત અભિયાન.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.