ગુજરાતમાં બુટલેગરો બાદ હવે એમ ડી ડ્રગ્સનો દૂષણ રાજ્યમાં ખૂબ જ મોટાપાયે ફૂલાફાલી રહ્યો છે. ઉડતા પંજાબ બાદ હવે ઉડતા ગુજરાત જેવી સ્થિતિ દિવસેને દિવસે રાજ્યમાં થતી જઇ રહી છે.ફરી એકવાર ડ્રગ્સમાફિયોએ માલેતુજાર ઘરના યુવકો યુવતીઓને ડ્રગ્સનો બંધાણી બનાવી કરોડો રૂપિયા તેમની પાસેથી ખંખેરી રહ્યા છે. ડ્રગ્સ પેડલરો જાણે ગુજરાતમાં ડ્રગ્સ વેચવા માટે પરવાનો મળ્યો હોય તેવી રીતે બેફામ બની ધૂમ વેચાણ કરી રહ્યા છે અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી તેમના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યા છે. હાલ અમદાવાદ ડ્રગ્સ મામલે એપી સેન્ટર બનતુ હોય તેવી રીતે દરરોજ જુદા-જુદા વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડાવાના અહેવાલો મળી રહ્યા છે.અને જેને લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસ ઓ જી સહિત એજન્સીઓ પણ ડ્રગ્સ પેડલરો પર સંકજો કસ્વા એકશન મોડમાં દેખાઇ રહી છે.
પશ્રિમ અમદાવાદ મોટાપાયે ડ્રગ્સ વેચાણ ધમધમી રહ્યો છે. જેમાં ડ્રગ્સ માટે હોટ ફેવરિટ વિસ્તાર સિંધુભવન રોડ. એસ જી હાઇવે.ગોતા. બોપલ .સરખેજ.સહિતના વિસ્તારોમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તો આજે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે વધુ એકવાર મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદના અધજન મંડળ ખાતેથી ક્રાઇમબ્રાન્ચે ખાનગી બાતમીના આધારે બેશખ્સો પાસેથી 421.26 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યુ છે. જેની બજાર કિંમત 42 લાખથી પણ વધું આંકવામાં આવી છે. તેમજ 3 ફોન સહિત લાખોનો મુદ્દામાલ કબજો કર્યો છે. તેમજ ડાહ્યા લાલ મોહન લાલ પાટીદાર નામના બંને યુવકની ધરપકડ કરવામાં આવી છે અને જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે. ડ્રગ્સ કયાથી લાવ્યા હતા અને કોણ મોકલ્યો હતો તે અંગે ક્રાઇમબ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.