શ્વેતા તિવારીને ચર્ચામાં રહેવુ ગમે છે ત્યારે તો તે ભલે કોઈ સીરિયલમાં કામ ના કરી રહી હોય પણ લોકોના મોંઢા પર હંમેશા તેનુ નામ રહે છે અને આ દરમ્યાન અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જંગલમાં સ્નાન કરી રહી છે. ઈન્ડસ્ટ્રીની જાણીતી અદાકારા શ્વેતા તિવારી સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. કસોટી જિંદગી કી ફેમ અભિનેત્રી શ્વેતા તિવારીએ નાના પડદા પરની ઘણી સીરિયલ્સ અને ટીવી શોમાં કામ કર્યુ છે. આ સાથે તેમણે બોલીવુડ, ભોજપુરી સિનેમા, મરાઠી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પ્રશંસકો તેના અભિનયના દીવાના છે. પરંતુ હાલમાં અભિનેત્રીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે સ્નાન કરી રહી છે.
શ્વેતા તિવારીના આ વીડિયોમાં અભિનેત્રી કેમેરાની સામે સ્નાન કરી રહી છે અને મહત્વનું છે કે આ વાયરલ વીડિયો વર્ષ 2009માં આવેલા ફેમસ શો ઈસ જંગલ સે મુજે બચાઓનો છે. જેમાં એક ટાસ્કને પગલે તેમને કેમેરાની સામે ન્હાવાનુ હતું અને અભિનેત્રી ઝરણાની સામે બિકિની અને શોર્ટ સ્કર્ટ પહેરીને નાહી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો ખૂબ બોલ્ડ છે, જેને પગલે તે સમયે આ વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં શોની ટીઆરપી ખૂબ વધી ગઇ હતી. પરંતુ શોની ટીઆરપીને વધુ ઉપર લઇ જનારી શ્વેતા તિવારીનુ કામ લાંબા સમય સુધી ચાલ્યું નહીં અને તે થોડા સમયમાં શોમાંથી બહાર નિકળી ગઇ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.