રાજકોટના DCP પ્રવીણકુમાર મીણાના મીડિયા સાથે ગેરવર્તનના કારણે CMએ દિલગીરી વ્યક્ત કરવી પડી…

રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પહેલાં મીડિયા-પોલીસ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે.અને જેમાં DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ મીડિયાકર્મીને કાંઠલો પકડીને ઘક્કો માર્યો.

DCP ઝોન-1એ મીડિયા અહીં કેવી રીતે પહોંચ્યું કહેતા મીડિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું.અને DCP ઝોન-1એ પત્રકારોને ડિટેઇન કરવા સુધીની ધમકી આપી. જો કે, રાજકોટના DCP સાહેબના ગુસ્સાને કારણે CMએ દિલગીરી વ્યક્ત કરવી પડી હતી.CMએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જે થયું છે તે માટે હું દિલગીર છું. પણ હવું નવું ના થાય એવું ધ્યાન રાખીશું. બીજી વખત ના થાય એનું ધ્યાન રાખીશું.’

જણાવી દઇએ કે, રાજકોટ ખાતે નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટહિરાસર એરપોર્ટના કામગીરીની સમીક્ષા માટેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના હતાં. ત્યારે તેના કવરેજ માટે મીડિયાકર્મીઓ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાંDCP ઝોન-1એમીડિયા અહીં કેવી રીતે પહોંચ્યું કહેતા મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂંક કરી હતી. ACP અને DCP ઝોન-1ને મીડિયાકર્મીઓએ કહ્યું હતું કે તેઓને અહીં તંત્ર લઇને આવ્યું છે.અને તેમ છતાં તેઓ કોઇનું સાંભળવા જ તૈયાર ન હોતા. જેના કારણે ખાખી જાણે કે મીડિયાકર્મીઓ આતંકવાદી હોય તેમ ગુસ્સો ઉતારતા હતાં.

હિરાસર એરપોર્ટ ખાતે ત્રણ ગાડી લઇને ગયેલા પત્રકારોને ડિટેઇન કરવાની રીતસરની ધમકી આપવામાં આવી હતી.અને તે ઉપરાંત એક કેમેરામેનની કારની ચાવી પણ લઇ લેવાઇ હતી. આને એક પ્રકારનો અત્યાચાર જ કહી શકાય. પરંતુ DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ આવી ખીજકેમ ઉતારી? અને શું સવારમાં વહેલોબંદોબસ્ત હતો એટલે કે પછી નવા પોલીસ કમિશ્નર આવ્યાં એટલે?આખરે કેમ પ્રવિણકુમાર મીણાને ગુસ્સો કેમ આવ્યો? તેઓએ કેમ લોકોના બાવડા પકડ્યાં, બોચી પકડી અને કારમાં ઘૂસાડીને ડિટેઇન કરવાની ધમકી આપી?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.