યુપીમાં આટલા કરોડ રૂપિયાનું રોકાણ કરશે અદાણી જાણો વિગતવાર…

ગૌતમ અદાણી હવે ઉત્તર પ્રદેશ પર મોટો દાંવ લગાવવા જઇ રહ્યા છે. અદાણી ગ્રુપ UPમાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ જાણકારી ગૌતમ અદાણીએ ઉત્તર પ્રદેશ ઇન્વેસ્ટર્સ સમિટ 2022માં આપી છે. અદાણીએ કહ્યુ, અમે રાજ્યમાં 70 હજાર કરોડ રૂપિયા કરતા વધુનું રોકાણ કરી રહ્યા છીએ. અમે આ રોકાણથી 30 હજાર કરતા વધુ રોજગાર સર્જન કરવાની આશા છે અને મહત્ત્વપૂર્ણ છે કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

ગૌતમ અદાણીએ જાહેરાત કરી છે કે અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશમાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેનાથી ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં 30,000 નોકરી ઉભી થશે. અદાણી UP ઇન્વેસ્ટર્સ સમિટીને સંબોધિત કરી રહ્યા હતા જેનું આયોજન લખનૌમાં કરવામાં આવ્યુ છે અને ઇન્વેસ્ટર્સ સમિટીમાં ગૌતમ અદાણીએ એમ પણ કહ્યુ કે અદાણી ગ્રુપ રાજ્યમાં રસ્તા અને પરિવહનની પાયાના વિકાસમાં 24,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અહી ત્રીજા ઉત્તર પ્રદેશ રોકાણકાર સમ્મેલનની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં રાજ્યમાં 80,000 કરોડ રૂપિયા કરતા વધારેની 1,406 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.