ગરમીમાં ઓઈલી સ્કીનની સમસ્યા ધરાવતા લોકોને માટે મુશ્કેલીઓ વધી જતી હોય છે. આ સમયે તમે કેટલાક અસરકારક ઘરેલૂ નુસખા અપનાવીને ઓઈલ ફ્રી ફેસ મેળવી શકો છો. ખાસ કરીને પુરુષોમાં પણ આ સમસ્યા રહે છે. આ સમયે મોંઘી પ્રોડક્ટ્સને બદલે સરળ ઉપાયો મદદ કરી શકશે. ગરમીમાં ઓઈલી સ્કીનના લોકોને ખીલ, ફોલ્લીઓ, બ્લેકહેડ્સ, ડાઘ, ઘબ્બા, સ્કીન સાથેની સમસ્યાઓ રહે છે.જેમાં બજારની ક્રીમ કે અન્ય ફેસવોશ તેના માટે અસરકારક રહેતા હોતા નથી.
ખાસ કરીને નોર્મલ મોઈશ્ચરાઈઝર લગાવવાથી સ્કીન પર ઓઈલ વધે છે. પણ મૈટિફાઈંગ મોઈશ્ચરાઈઝર એક જેલ બેસ્ડ મોઈશ્ચરાઈઝર છે જે સ્કીનની સોફ્ટનેસ કાયમ રાખે છે.અને આ સમયે તેના ઉપયોગથી પરસેવો ઓછો થાય છે અને સ્કીનનું ઓઈલ ઘટવા લાગે છે.
ફેસ ઓઈલ ચહેરા પર લગાવવાથી તે ઓઈલને બેલેન્સ કરે છે.અને રોજ હિપ અને સી બકથોર્ન ઓઈલ જેવા એસેન્શિયલ ઓઈલ ફેસ ઓઈલને ઘટાડવામાં મદદ કરે છે.
ટોનર લાંબા સમય સુધી સ્કીન ઓઈલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ટોનરનો ઉપયોગ કરતા પહેલા સ્કીન ટાઈપનું ધ્યાન રાખો.અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં આલ્કોહોલ બેસ્ડ ટોનર સ્કીનને સૂકી બનાવે છે તો વિચ હેઝલ ટોનર સ્કીનના ભેજને કાયમ રાખે છે અને ઓઈલનું લેવલ ઘટાડે છે.
ગરમીના દિવસમાં પરસેવો ચહેરા પરના એકસ્ટ્રા ઓઈલનું સૌથી મોટું કારણ બને છે.અને આ માટે ફેસ વાઈપ્સ હંમેશા તેમની પાસે રાખો અને તેનાથી સમયાંતરે ફેસને સાફ કરો. ફેસ વાઈપ્સ યૂઝ કરવાથી પરસેવો, ઓઈલ અને ડર્ટ પાર્ટિકલ્સ ફેસ પર આવતા નથી.
જો સ્કીનને કોઈ વસ્તુની જરૂર રહે છે તો તે કોઈ ને કોઈ રીતે ખ્યાલ આવી જાય છે. એવામાં જરૂરી છે કે તમે જરૂર કરતા વધારે ફેસ વોશનો ઉપયોગ કરવાનું ટાળો. આ સિવાય વારેઘડી ફેસ વોશ કરવાની આદત પણ નુકસાન કરી શકે છે.અને આમ કરવાથી ફેસ ડ્રાય થઈ જાય છે અને એક્સેસ ઓઈલનું પ્રોડક્શન થવા લાગે છે. એવામાં ચહેરો ભેજ ખોવવા લાગે છે અને સ્કીન ઓઈલી થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.