તાજેતરમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કર્યું છે અને એ રણનીતીના ભાગરૂપે ગુજરાત સગંઠનના તમામ હોદ્દાઓ સમાપ્ત કરી અને નવું માળખું ઉભું કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022ના અંતમાં છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠન માટે મોટી જાહેરાત કરી છે. AAP, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રેસ કોન્ફરન્સ પુરી થાય તેની સાથે પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મતલબ કે ગોપાલ ઇટાલિયા પ્રદેશ પ્રમુખ તરીકે રહેશે એ સિવાયના બધા પડ ડિસોલ્વ કરી દેવામાં આવ્યા છે અને ઇટાલિયાએ કહ્યું કે ટુંક સમયમાં નવા માળખાની જાહેરાત કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી, ગુજરાતના પ્રદેશ પ્ર્રમુખ ગોપાલ ઇટાલિયાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મહત્ત્વની જાહેરાત કરતા કહ્યુ હતું કે, આમ આદમ પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે, જીતથી ઓછું અમને ખપે નહી એવી વિચારધારા સાથે અને ભાજપને હરાવવા માટે એક વ્યૂહ રચના અમલમાં મુકી છે.અને ચૂંટણીના હવે જેટલા મહિના પણ બાકી છે,તેમાં ચૂંટણી જીતવા અને સંગઠનને મજબૂત કરવા માટે, સંગઠનમાં આવેલી નવી ઉર્જીને સક્ષમતાના આધારે જગ્યા મળે તેવી એક જરૂરિયાત ઉભી થઇ છે.
ઇટાલિયાએ કહ્યુ કે નવી સ્ટ્રેટેજી મુજબ ખુબ તાકાત સાથે, આંકડા સાથે અને મેનેજમેન્ટ સાથેની વ્યૂહ રચનાને તબક્કાવાર અમલમાં મુકવા માટે, ચૂંટણીના છેલ્લા દિવસ સુધી પહોંચવા માટે,ચૂંટણી જીતવા માટે એક વિશાળ સંગઠન માળખાની જરૂરિયાત ઉભી થઇ છે.
ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણી જીતવા પર ભાર મુકતા કહ્યુ હતુ કે નવા માળખા સાથે આગળ વધીશુ તેમજ ગુજરાતમાં પરિવર્ન જરૂરથી લાવીશુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.