મૂસેવાલા હત્યાકાંડમાં થયો મોટો ખુલાસો, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ??

સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે, જે લોરેન્સ બિશ્નોઇને લાંબા સમયથી પૂછપરછ થઈ રહી છે અને હવે પોલીસે તેને આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ કહી દીધો છે. એ પણ જાણકારી આપવામાં આવી છે કે, આ હત્યાકાંડમાં અત્યાર સુધી 5 આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને આગામી તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ વાત પર પણ ભાર આપ્યો કે, સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તૈયારી ખૂબ પહેલા કરી લેવામાં આવી હતી અને રણનીતિ હેઠળ ઘટનાને અંજામ આપવામાં આવ્યો.

તેમાં લોરેન્સ બિશ્નોઇ મુખ્ય આરોપી નીકળીને સામે આવ્યો છે. તો બીજી તરફ સિધેશ હિરામલની પણ આ કેસમાં સક્રિય ભૂમિકા સામે આવી ગઈ છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિસ્તારમાંથી દિલ્હી પોલીસની કાર્યવાહી બાબતે કહેવામાં આવ્યું છે. જાણકારી આપવામાં આવી છે કે, આ ઘટનાને ઉકેલવા માટે દિલ્હી પોલીસે શરૂઆતથી જ મહત્ત્વની ભૂમિકા ભજવી. અને મિટ્ટુ ખેડવાલાના બે શૂટરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જ્યારે વિકાસ મહાલેનું નામ સામે આવ્યું, તો તેની ધરપકડ પણ દિલ્હી પોલીસે જ કરી.

મૂસેવાલા હત્યાકાંડમાં જે પણ આરોપીઓના નામ સામે આવ્યા છે તેમાંથી એક સિંગરનો ખૂબ નજીકનો માનવામાં આવે છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, તે અગાઉ સાથે જ ગોળી પણ ચલાવતો હતો. એવામાં બંને એક-બીજાને પહેલાથી જ જાણતા હતા. અત્યાર સુધી દિલ્હી પોલીસ એમ માનીને ચાલી રહી છે કે, મહાકાલ ઉર્ફ સિધેશ હિરામલની ધરપકડથી આ કેસમાં કેટલીક કડીઓ સ્પષ્ટ થઈ શકે છે.અને લોરેન્સ બિશ્નોઇ પૂછપરછ દરમિયાન જે ખુલાસા કરી રહ્યો છે, તેના દમ પર પણ આ કેસની તપાસને આગળ વધારવામાં આવી રહી છે.

મહાકાલને લઈને તો એ પણ જાણકારી સામે આવી રહી છે કે મૂસેવાલા હત્યાકાંડમાં જે હત્યારો છે તેનો તે ખૂબ નજીકનો છે કેમ કે, મહાકાલની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે, એવમાં તેની પૂછપરછ દરમિયાન બે રાજ્યોની પોલીસ સાથે કામ કરવા જઈ રહી છે.અને દિલ્હી પોલીસ પણ તેને સવાલો કરશે અને મુંબઈ પોલીસ પણ પોતાના પુરાવાઓના આધાર પર સવાલો કરશે. આમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને મળેલી ધમકી ભરેલા પત્રનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. આ કેસમાં દિલ્હી પોલીસે તો કંઈ પણ સ્પષ્ટ કહેવાની ના પાડી દીધી, પરંતુ એટલું જરૂર જણાવ્યું કે, મુંબઈ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.