ભારતીય સેનાના યુનિફોર્મનો ઉપયોગ કરનારા ચેતી જજો,લેવી પડશે પરવાનગી

જાહેરાતોમાં સેનાને દેખાડવા સંબંધમાં ભારતીય સેનાએ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે જાહેરાતોમાં સૈનિકોને દેખાડતા પહેલાં સેનાની પરવાનગી લેવી જરૂરી છે. પાન મસાલા અને ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં સૈનિકોનો ઉપયોગ કરવામાં નહી આવે. થોડા દિવસો પહેલાં પાન મસાલાની જાહેરાત આવી હતી જેમાં એક એક્ટરે સેનાની વર્દીમાં બતાવવામાં આવ્યો હતો. કંઇક આ પ્રકારની સ્થિતિ, ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં જોવા મળી હતી.

સેનાએ વાંધો ઉઠાવતાં ભારતીય એડવર્ટાઇઝીંગ સ્ટાડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (ASCI)એ આ નવી એડવાઇઝરી જાહેર કરી છે. આ વર્ષે જૂન-જુલાઈમાં સેનાને અનેક વિશિષ્ઠ લોકોએ પાન મસાલા અને સૌંદર્ય ક્રીમના વિજ્ઞાપનોમાં એક્ટરો દ્વારા સેનાના યુનિફોર્મના ઉપયોગને લઈ વાંધો વ્યક્ત કર્યો હતો.

આ જાહેરાતોને ભારતીય સેનાએ ગંભીરતાથી લીધી છે. ભારતીય સેનાનું માનવું છે કે આ પ્રકારની જાહેરાતોથી તેમની છબી ખરડાઇ રહી છે. તેના માટે આર્મીએ ગાઇડલાઇન જાહેર કરી છે કે જો આર્મી યુનિફોર્મમાં કોઇપણ જાહેરાત કરવામાં આવશે તો સેના પાસેથી તેની પરવાનગી લેવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.