હિંમતનગરમાં માતાએ 12 લાખમાં સગીર દીકરીને પોતાના પ્રેમીને સોંપી દીધી,પ્રેમીએ કર્યું કંઈક આવું…..

હિંમતનગર શહેરના એક વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા સાથે તેની માતાના પ્રેમી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની તેમજ તેની માતા આ બદકામમાં તેના પ્રેમીને મદદ કરતી હોવાની ચોંકાવનારી હકીકત સાથેની 20 શખ્સો સામે પોલીસ ફરીયાદ શહેરના એ ડિવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.અને જો કે હજુ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી ચાલુ હોવાથી પ્રેમી સહિત શખ્સોના નામ સામે આવ્યા નથી. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સગીરાની માતા સામે ફિટકારની લાગણી પ્રર્વતી રહી છે.

આ અંગે મળતી વિગતો મુજબ, શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાને મધ્ય પ્રદેશના રતલામમાં 12 લાખમાં વેચવાનું તેની માતાએ નક્કી કરતાં જ ગભરાયેલી સગીરા આખરે હિંમત એકઠી કરીને હિંમતનગર એ ડિવીઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી અને જયાં તેણે અનેક સનીસનીખેજ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી.

જેમાં તેના જણાવ્યા અનુસાર, તેની માતાના પ્રેમી દ્વારા તેની સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચરવામાં આવતુ હતુ. એટલુ જ નહીં આ કામમાં તેની માતા મદદ કરવાની સાથે-સાથે 1 હજારથી 2 હજાર રૂપિયા લઈને તેની માતા પરપુરુષોને બોલાવીને તેની પુત્રી સાથે દુષ્કર્મ કરાવતી હતી.અને જેના કારણે સગીરાની જિંદગી જીવતે જીવ નર્ક જેવી બની ગઈ હતી.

આ દરમિયાન તેની માતા અને મામી સહિતના શખ્સોએ સગીરાને મધ્ય પ્રદેશના રતલામમાં 12 લાખમાં વેચવાનો સોદો પણ કરી દીધો હતો. જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ભલભલાને હચમચાવી દે તેવી હકીકતો સામે આવતાં પોલીસ આ મામલે સગીરાની માતા, માતાના પ્રેમી, મામી, તેનો સોદો કરાવનાર અને સોદો કરનાર શખ્સો તેની સાથે દુષ્કર્મ આચરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.