વર્તમાન સમયમાં લોકો માટે સૌથી વધારે પીડાદાયક હોય તો તે મોંઘવારી છે. કારણકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે તમામ ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે સ્કૂલ-કોલેજોના વેકેશન પૂર્ણ થયા હોવાના કારણે વાલી પર વિદ્યાર્થીના પુસ્તક યુનિફોર્મ સહિતના ખર્ચનો બોજો પડશે અને મોંઘવારીના કારણે શાળાના પુસ્તકોથી લઈ યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં ખૂબ જ મોટો ભાવ વધારો થયો છે અને કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓની યુનિફોર્મ ની ખરીદી કરી ન હતી કારણ કે, ઓફલાઈન શાળાઓમાં પણ શાળા દ્વારા યુનિફોર્મ મરજિયાત રાખવામાં આવ્યા હતા પરંતુ હવે તે અર્જુનથી બાળકોની શાળાઓ શરૂ થઇ રહી છે અને ત્યારે યુનિફોર્મ સહિતની વસ્તુઓ ફરજીયાત છે અને આના જ કારણે વાલીઓ અને યુનિફોર્મ સહિતની વસ્તુઓની ખરીદી કરવી પડી રહી છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધવાના કારણે યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. 2 વર્ષ પહેલાં જે યુનિફોર્મ 900 રૂપિયામાં મળતો હતો તેના ભાવ હવે 1300 રૂપિયા થઈ ગયા છે. એટલે કહી શકાય કે 2020ની તુલનામાં 2022માં યુનિફોર્મનો ભાવ 40 ટકા વધી ગયો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની અસરના પગલે કાગળની આયાત ઓછી થઈ રહી છે અને તેના કારણે પુસ્તકોના ભાવમાં પણ 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત સરકાર દ્વારા લેવામાં આવતા GST અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તેના કારણે પ્લાસ્ટીક રો મટીરીયલનો ભાવ વધ્યો છે અને ભાવ વધારાની અસર સ્કૂલ શૂઝ પડી છે અને ભાવ વધારાના કારણે સ્કુલના શૂઝ 30થી 35 ટકા મોંઘા થયા છે. મહત્વની વાત છે કે શાળા શરૂ થયા બાદ વાલીઓને વધુ એક ભાવ વધારા માટે સહન રહેવું પડશે. બાળકોને લેવા મુકવા માટે જે સ્કૂલ વાનનો ઉપયોગ થાય છે તેમાં મોટાભાગે CNG ગેસનો ઉપયોગ થાય છે અને CNGના ભાવમાં વધારો થવાના કારણે ડ્રાઈવરોએ પ્રત્યેક બાળક દીઠ 300 રૂપિયા ભાડાનો વધારો થયો છે અને એટલે શાળા શરૂ થતાં વાલીઓએ વધુ એક ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે.
સાથે જ શાળાની ફીમાં પણ સંચાલકો દ્વારા વધારો કરવામાં આવે છે અને એટલા જ માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પર ભાવ વધારાની અસર ખૂબ જ વધારે થશે અને મોંઘવારીના કારણે બાળકોનુ ભણતર ન બગડે એટલા માટે સરકારે મોંઘવારીને કાબૂમાં લેવી જોઈએ તેવી વાલીઓની માગણી છે કારણ કે વર્તમાન સમયમાં આવકમાં વધારો થઈ રહ્યો નથી પરંતુ ખર્ચે સતત વધી રહ્યો છે.
એવી પણ માહિતી મળી રહી છે કે, કેટલાક યુનિફોર્મ વિક્રેતા પાસેથી જૂનો સ્ટોક હોવાના કારણે તે યુનિફોર્મનું વેચાણ જુના ભાવમાં જ કરી રહ્યા છે પરંતુ આ સ્ટોક લિમિટેડ જ હોવાના કારણે નવો સ્ટોક આવ્યા બાદ વાલીઓને વધુ ભાવ આપીને યુનિફોર્મની ખરીદી કરવી પડશે. શાળા શરૂ થયા બાદ યુનિફોર્મ, શૂઝ, બૂક અને સ્ટેશનરી સહિત તમામ વસ્તુઓમાં ભાવ વધારો થવાના કારણે વાલીઓ પર થોડું આર્થિક ભારણ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.