રાજપાલ યાદવની ફિલ્મ ‘અર્ધ’ જોવા જતા પહેલા જાણી લો રિવ્યૂ….

કેટલીક વખત એવું થાય છે કે, કોઈ ફિલ્મથી તમને ઘણી બધી આશા હોય છે, પરંતુ ફિલ્મ એવી નીકળતી નથી જેવી આપણે વિચારીએ છીએ. અને ‘અર્ધ’ની કહાની પણ એવી જ છે. અર્ધ જોયા બાદ સમજવું મુશ્કેલ છે કે તેની કહાનીને કઈ રીતે સમજાવવામાં આવે, પરંતુ તમારા સુધી રિવ્યૂ પહોંચાડવું પણ જરૂરી છે. એટલે ચાલો બતાવીએ કે આખરે રાજપાલ યાદવ અને રૂબીના દિલેકની સ્ટાર ફિલ્મ પર સમય બરબાદ કરવો જોઈએ કે નહીં. અને માયાનગરી મુંબઇમાં રોજ ઘણા લોકો એક્ટર બનવાનું સ્વપ્ન જુએ છે.

તેમાંથી કેટલાક સફળ થઈ જાય છે અને કેટલાક નહીં. ‘અર્ધ’ ફિલ્મ પણ માયાનગરીની આ હકીકત રજૂ કરે છે. ફિલ્મની કહાની શિવા (રાજપાલ યાદવ)ની લાઇફના સ્ટ્રગલને દેખાડે છે, જે દિવસ-રાત એક્ટર બનવાનું સપનું જોઈ રહ્યો છે. શિવા શહેરમાં એકલો રહેતો નથી, પરંતુ તેની સાથે તેની પત્ની મધુ (રૂબીના દિલેક) અને એક સંતાન પણ છે. એક્ટર બનવા માટે શિવા એક નહીં, પરંતુ જાત જાતના કામ કરે છે. જેમ કે પાર્વતી નામનો કિન્નર બનીને લોકો પાસે પૈસા લેવા. શિવા કિન્નર બનીને પૈસા કમાય છે અને આ વાત માત્ર તેની પત્ની મધુ અને મિત્ર સત્યા (હિતેન તેજવાની)ને ખબર છે.

શિવા પોતાનું સપનું પૂરું કરી શકે તે માટે મધુ પણ કામ કરે છે, જેથી ઘર ચલાવવામાં પોતાના પતિની મદદ કરી શકે. દિવસ-રાત મહેનત કર્યા બાદ પણ શિવા કોઈ ઓડિશનમાં સિલેક્ટ થઈ શકતો નથી કેમ કે, લોકોને લાગે છે કે તેનામાં એક્ટર બનવાનો એક પણ ગુણ નથી.અને જિંદગીની તમામ ગુંચવાણો અને સંઘર્ષો બાદ શિવા ફિલ્મી હીરો બની શકે છે કે નહીં? એ જાણવા માટે તમારે Zee5 પર આ ફિલ્મ જોવી પડશે.

‘અર્ધ’ જોયા બાદ એ બતાવવું જરૂરી છે કે ફિલ્મમાં શું સારું છે અને શું ખરાબ. જો તમે રાજપાલ યાદવના ફેન છો તો આ ફિલ્મ જોઈ શકો છો, નહિતર ફિલ્મ જોવાનું બીજું કોઈ ખાસ કારણ નથી. ‘અર્ધ’માં રાજપાલ યાદવ ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે, પરંતુ આ ભૂમિકામાં તેણે એવું કંઈ ખાસ કમાલ કર્યું નથી, જેનાથી પોતાના મોઢે Wow.. નીકળે અને તેમાં કોઈ શંકા નથી કે રાજપાલ યાદવ બોલિવુડનો શાનદાર એક્ટર છે, પરંતુ ફિલ્મમાં તેના કેરેક્ટરને મજબૂરીથી જ ઘડવામાં આવ્યું છે.

તો બીજી તરફ ‘અર્ધ’ ટી.વી.ની જાણીતી એક્ટ્રેસ રૂબીના દિલેકની ડેબ્યૂ ફિલ્મ છે, પરંતુ મૂવી જોયા બાદ મનમાં એ જ સવાલ આવે છે કે રૂબીના ક્યાં છે? પહેલી વાત રૂબીનાને ફિલ્મમાં ઘણો ઓછો સ્ક્રીન ટાઇમ મળ્યો અને જેટલો પણ સમય મળ્યો તે પોતાની ભૂમિકામાં ખૂબ ફેક નજરે પડી.અને હિતેન તેજવાનીની હાલત પણ એવી જ છે. હિતેન પણ ફિલ્મમાં ઘણા ઓછા સમય માટે નજરે પડ્યો. ‘અર્ધ’ની કહાની પર બોલિવુડમાં પહેલા પણ તમામ ફિલ્મો બનાવવામાં આવી છે.

એટલે તેમાં જોવાં માટે કંઈ નવું નથી. ફિલ્મનું ડિરેક્શન ખૂબ અજીબ અને જુઠ્ઠું નજરે પડે છે.અને આમ આ ફિલ્મ Zee5 પર ફ્રીમાં જોઈ શકો છો, પરંતુ સમયની કિંમત જાણીએ છીએ તો તેના પર સમય ન બગાડો તો સારું હશે. નહીં તો પછી ન કહેતા કે કહ્યું નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.