ઈન્સ્ટાગ્રામ પર તમે પણ બ્લુ ટિક મેળવી શકો છો,જાણો શુ છે તેની પ્રોસેસ???

ઈન્સ્ટાગ્રામ એ વિશ્વની એક પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન છે. યૂઝર્સ આ એપનો ઉપયોગ પોતાના ફોટો શેર કરવા, 1 કે 2 મિનિટના શોર્ટ વીડિયો બનાવવા અને સ્ટોરી શેર કરવા માટે કરે છે.અને આ એપ દ્વારા તમે મેસેજના માધ્યમથી પણ એકબીજા સાથે જોડાયેલા રહી શકો છો. હાલ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ યુઝર્સની સંખ્યા એક અબજથી વધુ છે. આ એપમાં યૂઝર્સને એકાઉન્ટ વેરિફિકેશનની સુવિધા મળે છે. આ વેરિફિકેશનને પૂર્ણ કરીને તમે ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક મેળવી શકો છો. બ્લૂ ટિક મેળવવા માટે યુઝરે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે અનેક પગલાઓમાંથી પસાર થવું પડશે.અને અહીં તમને વેરિફિકેશન પ્રક્રિયા વિશે માહિતગાર કરીએ.

– સૌ પ્રથમ તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને પ્રોફાઈલ પેજ પર જાઓ અને ત્યારબાદ ઉપર જમણી બાજુ ડ્રોપ-ડાઉન મેનૂ ખોલો.

– મેનુ ખોલ્યા બાદ એકાઉન્ટ પર ટેપ કરો અને પછી રિક્વેસ્ટ વેરિફિકેશન પર ક્લિક કરો.

-ડાબી બાજુએ માંગેલી તમામ માહિતી ભરો.અને બધા વિકલ્પો ભરો અને ભર્યા પછી સેન્ડ પર ક્લિક કરો.

-જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમારું આખું નામ વાપરવા માગો છો, તો તમારે આખું નામ લખવું પડશે અને જો તમારું એકાઉન્ટ બિઝનેસ એકાઉન્ટ છે તો તમારે ઓનરનું પૂરું નામ official identification સાથે ટાઇપ કરવાનું રહેશે તેમજ જો તમે પર્સનલ એકાઉન્ટ મેન્ટેન કરી રહ્યા છો તો તમે નિકનેમનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બિઝનેસ એકાઉન્ટ માટે તમારે કંપનીનું નામ ટાઈપ કરવાનું રહેશે.

-આ પછી તમારે આઈડીનો ફોટો અપલોડ કરવો પડશે અને ફાઈલને અપલોડ કરવા માટે અપલોડ વિકલ્પ પસંદ કરવો પડશે. અપલોડ કર્યા પછી સેન્ડ પર ક્લિક કરો.
આ રીતે જો તમે વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરો છો તો તમારે ઈન્સ્ટાગ્રામના રિસ્પોન્સની રાહ જોવી પડશે અને જો તમારું વેરિફિકેશન રિજેક્ટ કરવામાં આવે તો તમે 30 દિવસ પછી ફરીથી વેરિફિકેશન માટે અરજી કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.