પેન્શનને લઇને જાણો કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમો….

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. સરકાર ફેમિલી પેન્શનને લઈને નવા નિયમો જાહેર કરી ચૂકી છે. જાહેર કરવામાં આવેલા નિયમ અનુસાર મૃતક સરકારી કર્મચારીઓના એવા બાળકો જે મગજથી અશક્ત છે તેમને પણ ફેમિલી પેન્શનનો લાભ મળશે.અને જે બાળકો માનસિક વિકારથી પીડાતા હોય તેઓ પણ ફેમિલી પેન્શનના હક્કદાર છે.

ઉલ્લેખનીય છે કે, માનસિક વિકારથી પીડાતા બાળકોને ફેમિલી પેન્શનનો લાભ ન મળવાના કારણે તેમનું પાલન પોષણ અને રહેણીકરણીમાં મુશ્કેલીઓ આવે છે કારણ કે તેઓ પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય છે.અને આ બાળકોએ બીજા પર નિર્ભર રહેવું પડે છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગને લોકો સાથેની વાતચીતમાં ખબર પડી કે બેંક આવા બાળકોને ફેમિલી પેન્શનનો લાભ નથી આપી રહી, આ પ્રકારના માનસિક વિકારવાળા બાળકોને બેંક પેન્શન આપવાનું ના કહી રહી છે. બેંક આ બાળકો પાસેથી કોર્ટમાંથી જાહેર કરવામાં આવેલ ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ માગી રહી છે.અને સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય લોકોની જિંદગી સરળ બનાવવામાં લાગી છે અને તેના માટે સુશાસન ના મંત્ર પર ભાર આપવામાં આવી રહ્યો છે.

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, એવી સ્થિતિમાં લોકોની મદદ માટે ફેમિલી પેન્શનમાં નોમિનેશનની જોગવાઈ જરૂરી બનાવવામાં આવી છે, જેથી કરીને કર્મચારીઓના બાળકોને કોઈ પણ જાતના અવરોધ વગર પેન્શન મળી શકે અને અહીં સુધી કે માનસિક વિકારથી પીડાતા બાળકો કોર્ટ પાસેથી સરળતાથી ગાર્ડિયન સર્ટિફિકેટ મેળવી શકે તેને પણ સરળ બનાવવામાં આવ્યું છે તેમજ મૃત સરકારી કર્મચારીના બાળકોને કોર્ટમાંથી સર્ટિફિકેટ આપવાનું હોય છે, જેના આધાર પર ફેમિલી પેન્શન આપવામાં આવે છે અને બેંક એવા બાળકોને ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ માટે આગ્રહ નહીં રાખી શકે અને આ આધાર પર પેન્શન આપવા માટે ઇન્કાર નહીં કરી શકે કે પહેલા કોર્ટમાંથી સર્ટિફિકેટ લઇ આવો.

આ જાહેરાત પછી જો કોઈ બેંક માનસિક વિકારથી પીડાતા બાળકો પાસેથી કોર્ટે જાહેર કરેલ ગાર્ડિયનશિપ સર્ટિફિકેટ વગર ફેમિલી પેન્શન આપવાનું ના કહે છે, તો તે સેન્ટ્રલ સિવિલ સર્વિસના નિયમ 2021ના વૈધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે, એટલે કે એવામાં બેંક પર કાર્યવાહી કરવામાં આવશે.અને જો કોઈ માનસિક વિકારથી પીડિત બાળક પોતાના માતા-પિતાનીના પેન્શન પ્લાનમાં નોમિની નથી અને તેની પાસે કોર્ટનું સર્ટિફિકેટ માગવામાં આવે છે તો તે પેન્શનના નિયમોની વિરુદ્ધ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.