આઈપીએલ મીડિયા રાઇટ્સ માટેની ઇ-નીલામી મુંબઈમા રવિવારે શરૂ થઇ હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) વર્ષ 2023થી 2027 સુધીના આઈપીએલના મીડિયા રાઇટ્સ વેચી રહ્યું છે. અહેવાલો અનુસાર ટીવી અને ડિજિટલ અધિકાર માટેની બોલી રૂ. 43,500 કરોડને પાર થઇ ચૂકી છે.અને આઈપીએલની દરેક મેચની કિંમત રૂ. 105 કરોડને પાર થઇ ગઇ છે. પાછલા વર્ષોમાં આ કિંમત રૂ. 54.5 કરોડની હતી. સોમવારે નીલામીની પ્રક્રિયાનો પ્રથમ દિવસ હતો. સાંજે છ કલાકે આ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. હવે મંગળવારે સવારે 11 કલાકે ફરીથી નીલામીની પ્રક્રિયાનો આરંભ થશે. અહેવાલો અનુસાર ભારત માટેના ટીવી રાઇટ્સ દરેક મેચ માટે રૂ. 57 કરોડ અને ડિજિટલ રાઇટ્સ દરેક મેચ માટે રૂ. 48 કરોડ પર પહોંચી ગયા છે.અને અત્રે નોંધનીય છે કે આ નીલામી માટે કુલ 12 કંપનીઓએ ટેન્ડર ફોર્મ ખરીદ્યા હતાં. પણ હવે ટેબલ પર સાત કંપનીઓ બોલી લગાવવા હાજર રહી હતી. આ સાત કંપનીઓમાં વાયકોમ રિલાયન્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોની પિક્ચર્સ, ઝી ગ્રૂપ, સુપર સ્પોટ્ર્સ, ટાઇમ્સ ઇન્ટરનેટ, ફન એશિયાનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર બીસીસીઆઈને હાલની નીલામી મારફત જંગી કમાણી થવાની સંભાવના છે. બોર્ડને આઈપીએલની કુલ કમાણીનો 70 ટકા હિસ્સો અહીંથી જ મળી જાય છે. ખાસ વાત એ છે કે બીસીસીઆઈને આ કમાણી પર કોઇ કર પણ ભરવો પડતો નથી.અને દેશભરમાં ક્રિકેટના પ્રચારને વેગ આપવાના ભાગરૂપે બીસીસીઆઈને ઇન્કમટેક્સ એક્ટની કલમ 12એ હેઠળ આઈપીએલની કમાણી પર કર ભરવામાંથી મુક્તિ મળી છે.
હાલમાં આ અધિકારો સ્ટાર પાસે છે. તેને પોતાના ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર માટે અન્ય હરીફો સામે કઠિન હરીફાઇનો સામનો કરવો પડયો છે.અને નોંધનીય છે કે 12 કંપનીઓએ ટેન્ડર ફોર્મ ખરીદ કર્યા હતા પણ તેમાંથી એમેઝોન, ગૂગલ અને ફેસબૂકે પહેલેથી જ નીલામીમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો.
મીડિયા રાઇટ્સ ખરીદનારી કંપનીઓને 2023થી 2025 સુધીની ત્રણ સિઝનમાં 74-74 મેચ મળી શકે છે. 2026 અને 2027માં મેચની સંખ્યા વધીને 94 સુધી પહોંચી શકે છે.અને આ વર્ષે ચાર અલગ અલગ પેકેજમાં મીડિયા રાઇટ્સ વેચવામાં આવી રહ્યા છે. પેકેજ એમાં ભારતમાં ટીવી રાઇટ્સ અને પેકેજ બીમાં ભારતમાં ડિજિટલ રાઇટ્સનો સમાવેશ થાય છે. પેકેજ સીમાં ટોચની 18 મેચ અને પેકેજ ડીમાં વિદેશોમાં ટીવી તથા ડિજિટલ રાઇટ્સનો સમાવેશ થાય છે.
આ વખતે હરાજીમાં ઘણું બધુ બદલાઇ ગયુ છે અને આ વખતે ડિજિટલ પર વધારે ભાર અપાઇ રહ્યો છે અને આજ કારણ છે કે આઇપીએલ 2023થી 2027 માટે મીડિયા રાઇટ્સને ચાર પેકેજમાં વહેંચાયા છે. ટીવી મીડિયા રાઇટ્સ, ડિજિટલ મીડિયા રાઇટ્સ, પ્લેઓફ મેચોના રાઇટ્સ, ભારતીય ઉપખંડ બહારના રાઇટ્સઆ પેકેજને આ આધારે વહેંચવામાં આવ્યા છે કે આવનારી સીઝનમાં દર વર્ષે 74 મેચ અને અંતિમ બે સીઝનમાં 94 મેચની વ્યવસ્થા કરવામાં આવે અને દરેક પેકેજ માટે અલગથી બેઝ પ્રાઇઝ રાખવામાં આવી છે, જેના આધારે બોલી લગાવાશે. ટીવી મીડિયા રાઇટ્સની બેઝ પ્રાઇઝ પ્રતિ મેચ 49 કરોડ, ડિજિટલ મીડિયા રાઇટ્સની બેઝ પ્રાઇઝ 33 કરોડ છે અને પેકેજ સી માં પ્રતિ મેચ 11 કરોડ અને પેકેજ ડીમાં પ્રતિ મેચ 3 કરોડની પ્રાઇઝ રખાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.