અમદાવાદમાં વર્ષ 2022-23ના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને જેમાં સ્કૂલો વિદ્યાર્થીઓ અને નાના ભુલકાઓના કોલાહલથી ગુંજી ઉઠશે. કોરોનાના કારણે પાછલા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલી રૂપ રહ્યાં છે. ત્યારે હવે નવા સત્રથી સ્કૂલો ધમધમી ઉઠી છે. જેમાં કેટલીક શાળાઓમાં વિધાર્થીઓને શાળાઓમાં આવકારવા કંકુ ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું છે.
વર્ષ 2022-23ના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો અને આજે શિક્ષણકાર્ય શરૂ થયું છે, ત્યારે રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ સ્કૂલોમાં પહોંચ્યા છે. સ્કૂલો શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી 2022-23ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી. આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી. બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક પેટર્ન-દિવસો અને કેલેન્ડર નક્કી કરશે.
વિદ્યાર્થીઓના કિલકારીઓથી શાળા તથા કેમ્પસ ગુંજી ઉઠયું છે. ત્યારે વિવિધ શાળાઓમાં કલરફુલ દિવાલ તો વર્ગખંડ પણ કલરફુલ છે.અને તો તેની સાથે સાથે કેમ્પસ પણ એટલું જ કલરફુલ છે. વાત આટલેથી નહી અટકતા શિક્ષણ પણ એટલું જ કલરફુલ બાળકોને મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે પાછલા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલીરૂપ રહ્યા છે ત્યારે હવે નવા સત્રથી સ્કૂલો ધમધમી ઉઠી છે. છેલ્લા બે વર્ષથી શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ ચાલી શક્યું નથી તેમજ ઓનલાઇન અને ઓફલાઈન શિક્ષણ સાથે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા. ત્યારે આ વર્ષે સમયસર નવું શૈક્ષણિક સત્ર શરૂ થયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.