10 જૂનના રોજ પ્રયાગરાજમાં થયેલી હિંસાના માસ્ટરમાઈન્ડ જાવેદના ઘર પર ચાલ્યું બુલડોઝર

પ્રયાગરાજમાં 10 જૂનના રોજ થયેલી હિંસાની ઘટનામાં માસ્ટરમાઇન્ડ કહેવાતા જાવેદ મોહમ્મદ ઉર્ફ જાવેદ પંપના ઘરે રવિવારે બુલડોઝર ચાલ્યું. આટલા વિસ્તારમાં હિંસાના મુખ્ય આરોપીના ઘરને તોડી પાડવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. 3 JCBએ 2 માળની ઇમારત ધ્વસ્ત કરી દીધી છે. 5 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ ઈમારત તોડી પાડવાનું કામ પૂરું થઈ ગયું છે. પ્રયાગરાજમાં આજે થયેલી કલાકોને મહેનત બાદ જાવેદના ઘરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું.અને પ્રશાસન દ્વારા આ કાર્યવાહીમાં કોઈ પ્રકારની મુશ્કેલી ના આવે તે માટે ભારે પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું હતું.

સૌથી પહેલા જાવેદના ઘરનો મુખ્ય દરવાજો બુલડોઝરના નિશાના પર હતો. આ દરમિયાન એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે, આસપાસના ઘરોને કોઈ નુકસાન ન પહોંચે. આ કાર્યવાહીને પ્રયાગરાજ વિકાસ પ્રાધિકારણ (PDA)એ પૂરી છે. ધ્વસ્ત કરવાનો મામલો પહેલાથી જ ધ્યાનમાં હતો અને કાગળી કાર્યવાહી પણ ચાલી રહી હતી. જાવેદ પંપને પોલીસ પહેલા જ પકડી ચૂકી છે. આ કાર્યવાહી પર PDAનું કહેવું હતું કે, તેની તરફથી 10 મેના રોજ કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી અને જાવેદ પંપે 24 મેના રોજ સુનાવણી માટે રજૂ થવાનું હતું, પરંતુ તે ઉપસ્થિત ન થયો અને ન તો તેણે કોઈ જવાબ આપ્યો.

ત્યારબાદ PDA તરફથી, 10 જૂનના રોજ એક પત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં 12 જૂનના રોજ સવારે 11 વાગ્યા સુધી ઘરને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પછી રવિવારે બપોરે 12.45 વાગ્યે પોલીસ અને પ્રશાસનની બધી વ્યવસ્થા વચ્ચે બુલડોઝર એક્શન શરૂ થયું અને પ્રયાગરાજ હિંસામાં પોલીસે 1000 અજાણ્યા અને 95 લોકો વિરુદ્ધ નામિત કેસ દાખલ કર્યો છે.

પ્રયાગરાજ પોલીસના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ, દંગાઓના માસ્ટરમાઇન્ડ જાવેદ ઉર્ફે પંપનો મોબાઈલ ફોન ફોરેન્સિક એક્ઝામિનેશન માટે મોકલવામાં આવી રહ્યો છે. અને તેણે કેટલીક ચેટ્સ ડીલિટ કરી દીધી છે, બધાની ડિટેલ કાઢવામાં આવશે. જાવેદની ફેસબુક પોસ્ટ શોધવામાં આવી છે જેનાથી ખબર પડી કે કોર્ટ પર તેને ભરોસો નથી. કેટલીક વૉટ્સએપ ચેટ્સ પણ મળી છે, જેમાં ભીડને બોલાવવાની વાતચીતનો ઉલ્લેખ છે અને જાવેદ પ્રયાગરાજમાં થનારી ધર્મગુરુઓની પીસ કમિટીમાં પણ જતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.