સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં થઈ વધુ એક શૂટર સંતોષ યાદવની થઈ ગુજરાતથી ધરપકડ…

પૂણે પોલીસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ કેસમાં વોન્ટેડ શૂટર સંતોષ જાધવની ગુજરાતથી ધરપકડ કરી લીધી છે. એક પોલીસ અધિકારીએ આ જાણકારી આપી છે. પૂણે ગ્રામીણ પોલીસે સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના સંદિગ્ધ સંતોષ જાધવના એક સહયોગીની પણ ધરપકડ કરી છે. સંતોષ જાધવને રવિવારે મોડી રાત્રે મેજિસ્ટ્રેટ સામે રજૂ કર્યો હતો. તેને 20 જૂન સુધી રિમાન્ડ માટે જેલ મોકલી દીધો છે.અને સંતોષ જાધવ પૂણે નજીકના ખેડ તાલુકાનો રહેવાસી છે.

પૂણે પોલીસના એક અધિકારીએ કહ્યું કે, લોરેન્સ બિશ્નોઇ ગેંગના સભ્ય સંતોષ જાધવને વર્ષ 2021મા જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના એક કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.અને તે એક વર્ષથી ફરાર ચાલી રહ્યો હતો. તેની જાણકારી મેળવવા માટે ગયા અઠવાડિયે કેટલીક ટીમોને ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી અને સંતોષ યાદવ એ 8 શૂટર્સમાં સામેલ છે, જેના પર પોલીસને સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ હોવાની આશંકા છે. તેમાં 3 પંજાબ, 2 હરિયાણા, 2 મહારાષ્ટ્ર અને 1 રાજસ્થાનના રહેવાસી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, સંતોષ જાધવ અને નાગનાથ સૂર્યવંશીનું નામ મૂસેવાલા હત્યાકાંડમાં સામે આવ્યું છે. પૂણે ગ્રામીણ પોલીસે પોતાની તપાસ ઝડપી કરતા સંતોષ જાધવને આશ્રય આપવાનો આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફ મહાકાલની થોડા દિવસ અગાઉ ધરપકડ કરી હતી અને મહાકાલ પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગનો સભ્ય છે અને તેની વિરુદ્ધ મંચર પોલીસ સ્ટેશનમાં મકોકા હેઠળ કેસ નોંધાયેલો છે. પોલીસે આ કેસમાં સિદ્ધેશ કાંબલેની ધરપકડ કરી હતી.

મૂસેવાલા હત્યાકાંડ સિલસિલામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે પણ મહાકાલની પૂછપરછ કરી હતી. મુંબઈ પોલીસ સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાન અને તેના એક્ટર પુત્ર સલમાન ખાનને ધમકી ભરેલા પત્રના સંબંધમાં પણ સિદ્ધેશ કાંબલેની પૂછપરછ કરી ચૂકી છે. અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ બાબતે પોલીસની પૂછપરછમાં સિદ્ધેશે દાવો કર્યો હતો કે તેને એક અઠવાડિયા પહેલા જ ખબર પડી ગઈ હતી કે, પંજાબી સિંગરની હત્યા થવાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.