આટલા હજાર કરોડમાં વેચાયા IPL ના મીડિયા રાઈટ્સ જાણો આગામી 5 વર્ષ સુધી આ પ્લેટફોર્મ પર જોવા મળશે મેચ….

હજુ સત્તાવાર જાહેરાત નથી થઇ પરંતું રીપોર્ટના કહેવા મુજબ એક મેચના ડીઝીટલ અને ટીવી રાઈટ્સના થઈને 107.5 કરોડ રૂપિયાની વેલ્યુ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ટીવી અને ડિજિટલ રાઈટ્સ વેચાઈ ગયા છે.અને વર્ષ 2023 થી 2027 સુધીમાં આ અધિકારોને બે અલગ-અલગ કંપનીઓએ 44,075 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. એટલે કે હવે આઇપીએલ ટીવી પર અલગ-અલગ ચેનલો પર અને ડિજિટલ પર અલગ-અલગ એપ/વેબસાઈટ પર જોવા મળશે તે સ્પષ્ટ છે અને આ મીડિયા રાઈટ્સ 410 મેચના છે. રીપોર્ટ અનુસાર આઇપીએલના ટીવી રાઇટ્સ સોની પાસે અને ડિજિટલના રાઇટ્સ વાયાકોમ (રિલાયન્સ) પાસે ગયા છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પહેલા દિવસે, મીડિયા રાઇટ્સે પેકેજ-એ અને પેકેજ-બી માટે બોલી લગાવી હતી અને જેમાં ટીવી રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સનો સમાવેશ થાય છે. પહેલા દિવસે જ બંને પેકની બોલી 43,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એટલે કે એક મેચ માટે મીડિયા રાઈટ્સની કિંમત 105 કરોડ રૂપિયાને પાર થઇ ગઈ. મીડિયા રાઈટ્સ માટે જે લોકોએ બોલી લગાવી છે તેમાં રિલાયન્સ, ઝી, સોની, ડિઝની-સ્ટાર જેવા મોટા નામ સામેલ છે. આ કંપનીઓ છે જે ટીવી અને ડિજિટલ બંને અધિકારો માટે બોલી લગાવી રહી છે. જ્યારે કેટલીક કંપનીઓ માત્ર ડિજિટલ રાઈટ્સ પર જ ફોકસ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.