આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP વિપક્ષી પાર્ટી બનશે કે તોડશે વોટ???

થોડા મહિના અગાઉ પૂર્ણ થયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરનારી આમ આદમી પાર્ટી (AAP)ની નજરો હવે ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણી પર છે.અને ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાને સત્તાધારી પાર્ટીના વિકલ્પ તરીકે મુખ્ય દાવેદારના રૂપમાં જોઈ રહી છે. તો કોંગ્રેસ અને રાજકીય પંડિતોનું માનવું છે કે, પાર્ટી વિપક્ષી વોટોને વહેંચવાનું કામ કરશે, જેથી ભાજપને જ ફાયદો થશે.

કોંગ્રેસનો દોવો છે કે, અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપની B ટીમ છે. ગુજરાતના 182 સભ્યોવાળી વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ડિસેમ્બરમાં થવાની છે. અહીં છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી ભાજપનું શાસન છે. અને ગત ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને સખત ટક્કર આપી હતી, છતા પણ પાર્ટી સત્તા સુધી પહોંચવામાં સફળ થઈ શકી નહોતી.અને ગુજરાતમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રસ અત્યાર સુધી ભાજપનો વિકલ્પ બની શકી નથી.

બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત બાદ છેલ્લાં 3 મહિનામાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 વખત ગુજરાતનો પ્રવાસ કર્યો છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને છોડીને કોઈ કેન્દ્રીય નેતા અહીં આવ્યા નથી. રાહુલ ગાંધી છેલ્લા બે મહિનામાં એક વખત અહીં આવ્યા છે.અને હાલમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભગવો ધારણ કરીને પાર્ટીની મુશ્કેલીઓ હજુ વધારી દીધી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠક કહે છે કે, અમે જ્યાં પણ ચૂંટણી લડીએ છીએ, વૈજ્ઞાનિક રીત અપનાવીએ છીએ. અમે અન્ય રાજ્યોમાં આ આધારને અપનાવ્યો છે અને ગુજરાતમાં પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું છે. અમારા આંતરિક સર્વે મુજબ, અમે આજની તારીખમાં 58 સીટ જીતીશું અને જ્યારે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી વિપક્ષના વોટ વહેંચવાનું કામ કરશે, પરિણામે ભાજપને ફાયદો થશે.

રાજકીય વિશ્લેષક દીલિપ ગોહિલે આમ આદમી પાર્ટીની સંભાવનાઓ પર કહ્યું કે, આમ આદમી પાર્ટી એક વૈકલ્પિક એજન્ડાવાળી પાર્ટી છે.અને હાલના દિવસોમાં સુરત અને ગાંધીનગર સહિત કેટલીક અન્ય નગરપાલિકાઓમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીએ લગભગ 18-20 ટકા વોટ હાંસલ કર્યા છે. આમ આદમી પાર્ટી પાસે આ વર્ષે ગુજરાતની ચૂંટણીમાં એક રાજકીય તાકાતના રૂપમાં ઉભરવાનો એક સરળ અવસર છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધી પોતાના અભિયાનને વેગ આપવામાં સફળ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.