કોંગ્રેસી નેતા જયરામ રમેશે કહ્યું,“મોદી-શાહ વિરોધીઓ પર હુમલો કરવા માટે ‘ત્રિશૂળ’નો કરી રહ્યા છે ઉપયોગ”

કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર વિરોધીઓ પર હુમલા માટે ‘પ્રવર્તન નિર્દેશાલય’, ‘સીબીઆઈ’ અને ‘ઇનકમ ટેક્સ વિભાગ’ તરીકે ‘ત્રિશૂળ’નો ઉપયોગ કરવાનો આરોપ મૂકયો છે.

જયરામ રમેશે કહ્યું કે મોદી અને અમિત શાહને પોતાના વિરોધીઓની વિરૂદ્ધ નવું શસ્ત્ર ત્રિશૂળ મળી ગયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જોર આપતા કહ્યું કે ત્રિશૂળની નોઝલ શું છે? તે ED, CBI અને IT છે. તેઓ પોતાના વિરોધીઓ પર પ્રહાર કરવા માટે આ ત્રણ નોઝલનો જ ઉપયોગ કરતાં રહ્યા છે. રાજ્યસભા સભ્ય રમેશે કહ્યું કે તેમની પાર્ટી કોંગ્રેસ તેનો વિરોધ કરે છે અને સંવિધાનના માર્ગદર્શનમાં આમ કરતી રહેશે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાંધ્યું હતું. રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા કહ્યું કે ‘મોદી મિનાર’ આકર્ષક ગતિથી ઉપરની તરફ વધી રહી છે અને આ અક્ષમતાનું પ્રતીક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.