પંજાબ પોલીસે બુધવારે પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પંજાબ પોલીસે સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં લોરેન્સ બિશ્નોઈને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ માનસાની કોર્ટમાં રજૂ કર્યો હતો. અગાઉ મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પંજાબ પોલીસને સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવાની મંજૂરી આપી હતી અને કોર્ટે પંજાબ પોલીસને તેને પંજાબ લઈ જવાની પણ મંજૂરી આપી હતી. હવે પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈને મોહાલી લઈ જઈ રહી છે.
પંજાબ પોલીસની ટ્રાન્ઝિટ અરજી પર લોરેન્સ બિશ્નોઈના વકીલ વિશાલ ચોપરાએ કોર્ટને કહ્યું હતું કે બિશ્નોઈના જીવને ખતરો છે. જો લોરેન્સ બિશ્નોઈને પંજાબ મોકલવામાં આવે તો તેની હત્યા થઈ શકે છે. બિશ્નોઈના વકીલે કહ્યું કે તેઓ વર્ચ્યુઅલ તપાસ અને સુનાવણીના વિરોધમાં નથી. લોરેન્સ બિશ્નોઈના વકીલે કહ્યું કે તેઓ માત્ર બિશ્નોઈને પંજાબ મોકલવાનો વિરોધ કરી રહ્યા છે અને પંજાબ પોલીસે જરૂર પડ્યે લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવી જોઈએ, પરંતુ તેને માત્ર દિલ્હીમાં જ રાખવો જોઈએ.
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ માનસા જિલ્લાના જવાહરકે ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા જ પંજાબ પોલીસે સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. સિદ્ધુ મુસેવાલા સાથે રાજ્યભરના 424 લોકોની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે.અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા સિદ્ધુ મુસેવાલા ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભાની ચૂંટણી લડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.