ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપરાએ નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આમ છતાં તેઓ ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા. હરિયાણાના લાલને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફિનલેન્ડમાં આયોજીત પાવો નુર્મી ગેમ્સ દરમિયાન તેણે 89.03 મીટર લાંબો થ્રો કર્યો હતો અને આની પહેલાં તેમણે 87.58 મીટર દૂર થ્રો કર્યો હતો, જેના કારણે તેમણે ગયા વર્ષના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ઓલિમ્પિકના 10 મહિના પછી નીરજ ચોપરાની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. તેના પ્રથમ પ્રયાસમાં તેમણે 86.92 મીટરનો થ્રો ફેંક્યો હતો. તેના ત્રીજા, ચોથા અને પાંચમા પ્રયાસમાં પણ તેણે સખત પ્રયાસ કર્યો, પરંતુ તે માત્ર 85.85 મીટર જ ચલાવી શક્યો.અને 24 વર્ષના નીરજ ચોપરાએ શાનદાર પુનરાગમન કરવા માટે સખત મહેનત અને આકરી ટ્રેનિંગ લીધી હતી.
પાવો નુર્મી એ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટુરમાં ગોલ્ડ ઈવેન્ટ છે. આ ડાયમંડ લીગ પછીની સૌથી મોટી ટ્રેક-એન્ડ-ફીલ્ડ સ્પર્ધાઓમાંની એક ગણવામાં આવે છે. ગોલ્ડ મેડલ ફિનલેન્ડના ઓલિવિયર હેલેન્ડરને મળ્યો, જેમણે 89.93 મીટર દૂર ભાલો ફેંકયો હતો અને નીરજ પણ આ રમતોમાં ભાગ લેનાર એકમાત્ર એથ્લીટ હતા. આ સિલ્વર મેડલથી નીરજ ચોપરાનો આત્મવિશ્વાસ ચોક્કસ વધ્યો હશે. તેમને આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ સ્વર્ણિ પ્રદર્શનની અપેક્ષા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.