ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટ્રાફિકના નવા નિયમોનું કડક રીતે પાલન થાય તેના માટે ટ્રાફિક પોલીસ બનતા તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ અમુક લોકો કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે, તેની સામે ટ્રાફિક પોલીસ નિયમો દંડનારને ધડાધડ મેમા ફટકારી રહી છે. ટ્રાફિકના નિયમના ભંગ બદલ નાના લોકો જ દંડાતા હોય છે, પરંતુ લક્ઝરી ગાડીઓવાળા તેમજ રાજકીય વગ ધરાવતા લોકો દંડાતા નથી. આવી માન્યતા ધરાવતા લોકો માટે ટ્રાફિક પોલીસે અમદાવાદમાંથી એક ઉદાહરણરૂપ કિસ્સો પુરો પાડ્યો છે.
અમદાવાદના પોશ વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસે બુધવારે નંબર પ્લેટ અને યોગ્ય દસ્તાવેજ ન હોવાને લીધે 80 લાખ રૂપિયાથી વધુની કિંમતની એક હાઇટેક કારને ડિટેઈન કરી છે. આ માહિતીશહેરીજનોને ખબર પડે તેના માટે ટ્રાફિક પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરી છે. પોલીસની ટ્વિટ બાદ શહેરીજનોએ આ કામગીરીની ભરપૂર પ્રસંસા કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એસ.જી. હાઇવે પર સિંધુ ભવન ત્રણ રસ્તા પર બુધવારે ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી. તે દરમિયાન ટ્રાફિક પોલીસને ફૉર્ડ મુસ્ટાંગ કારના ચાલકને મેમો પકડાવીને ગાડીને ડિટેઇન કરી દીધી હતી. પોલીસના ટ્વિટ પ્રમાણે આ ગાડીની આગળની અને પાછળની નંબર પ્લેટ ન હતી. આ ઉપરાંત ચાલક પાસે ગાડીના જરૂરી કાગળો પણ ન હતા. જેથી ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 51, 196, 177 અને 207 પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.