ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 10 જૂને થયેલી હિંસાના માસ્ટર માઇન્ડ મોહમંદ જાવેદ ઉર્ફે જાવેદ પંપનો બે માળનો બંગલો રવિવારે બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યો. જિલ્લા તંત્ર અને પોલીસની હાજરીમાં 3 JCBની મદદથી બે માળના બંગલાને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો. જાવેદની પુત્રીએ આ કાર્યવાહીને ખોટી બતાવી હતી. તો બીજી તરફ જાવેદની પત્નીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીની સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી છે અને જાવેદની પત્નીનું કહેવું છે કે ઘર મારા નામ પર છે મારા પતિ જાવેદના નામ પર નહી. તો પ્રયાગરાજ ડેવલમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે આ બંગલો ગેરકાયદેસર છે.
જાવેદની પત્ની પરવીન ફાતિમાએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે અને કહ્યું કે જે મકાન તોડી પાડવામાં આવ્યું છે તે પરવીન ફાતિમા એટલે કે મારા નામ પર છે.તેમજ આ મકાન મારા પિતાએ લગ્ન પહેલાં ભેટમાં આપ્યું હતું એમ ફાતિમાએ કહ્યું હતું.
ફાતિમાએ કહ્યું કે મકાન પર જાવેદનો માલિકી હક્ક નથી તેમ છતા તેના નામ પર નોટિસ મોકલીને ગેરકાયદેસર રીતે મકાન તોડી પાડવામાં આવ્યું છે.
અલ્હાબાદ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નાની પુત્રી સુમૈયાના જણાવ્યા અનુસાર, આ ઘર તેના નાનાએ તેની માતા પરવીન ફાતિમાને ભેટમાં આપ્યું હતું અને જે 2001માં પૂર્ણ થયું હતું. તેનો હાઉસ ટેક્સ અને વોટર ટેક્સ પણ તેની માતાના નામે આવતો હતો. જે તે સમયસર જમા કરાવતા હતા.
હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરને તોડી પાડવાના વિરોધમાં 6 વકીલો વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસને લખેલી પત્ર અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ઘર ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યું છે. જે જાવેદની નહીં પરંતુ તેની પત્ની પરવીન ફાતિમાની છે. પત્ર અરજીમાં પીડીએની કાર્યવાહીને ખોટી ગણાવીને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.અને આ સાથે ગેરકાયદે ડિમોલિશન માટે વળતર મેળવવા પણ કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.