આયરલેન્ડ વિરુદ્ધ બે મેચોની T20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ સીરિઝ માટે ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાના ખભા પર રહેશે. 17 સભ્યોની ટીમમાં યુવા ખેલાડીઓની ભરમાર છે. રાહુલ ત્રિપાઠી જ્યાં પહેલી વખત ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો અને તો સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવે ટીમમાં કમબેક કર્યું છે. જોકે કેટલાક એવા પણ ખેલાડી છે જેમને આ સીરિઝ માટે ચાન્સ મળ્યો નથી.
એ ખેલાડીઓમાં રાહુલ તેવતિયાનું નામ પણ સામેલ છે, જેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022મા શાનદાર રમત દેખાડી હતી. રાહુલ તેવતિયા ગુજરાત ટાઈટન્સ (GT)ની ટીમનો હિસ્સો હતો, જે IPLમાં ડેબ્યૂ સીઝનમાં જ ચેમ્પિયન બનાવમાં સફળ રહી હતી. હવે રાહુલ તેવતિયા ભારતીય ટીમમાં સિલેક્ટ ન કરવાને લઈને નિરાશ છે અને રાહુલ તેવતિયાએ ટ્વીટર પર લખ્યું કે, ‘આશાઓ દર્દ આપે છે.’ રાહુલ તેવતિયાએ IPL 2022મા ગુજરાત ટાઈટન્સ માટે ફિનિશરની ભૂમિકા ખૂબ જ શાનદાર રીતે નિભાવી હતી.
જેમ ગયા વર્ષે રાહુલ દ્રવિડ પણ આ રીતે શ્રીલંકા સીરિઝમાં ગયા હતા. ત્યારે રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડના પ્રવાસે ટેસ્ટ ટીમ સાથે હતા.અને એ સિવાય તેમની સાથે શતાંશુ કોટક (બેટિંગ કોચ), સાઇરાજ બહુતુલે (બોલિંગ કોચ) અને મુનિશ બાલી (ફિલ્ડિંગ કોચ રહેશે).
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.