આ દેશમાં ઘરમાં 100 વાંદા રાખવા પર કંપની આપશે દોઢ લાખ રૂપિયા જાણો વિગતવાર…

મચ્છર, ગરોળી, વાંદાઓ, કરોળિયો અને માંકડથી લોકો તો બચીને જ રહેવા માંગે છે. તેઓ એમને ભગાડવા માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. રસોડું તો ભાઈ… એવી જગ્યા છે જ્યાં વાંદાઓનો ત્રાસ રહેતો જ હોય છે. એવામાં અમેરિકાની એક કંપનીની વાંદાઓને લગતી એક અનોખી ઓફર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને આમ જોવા જઈએ તો ‘વંદાઓને પાળવા’ માટે લોકોને દોઢ લાખ રૂપિયા આપવા તૈયાર થઇ છે.

એક અહેવાલ મુજબ અમેરિકામાં નોર્થ કેરોલિના સ્થિત ‘પેસ્ટ કંટ્રોલ કંપની’ તેની નવી પેસ્ટ કંટ્રોલ દવા પર સંશોધન કરી રહી છે. તેમના આ સંશોધન માટે તેમણે વાંદાવાળા ઘરની જરૂર છે. જેથી કરીને તે એના પર પોતાની આ ખાસ દવાનો ટેસ્ટ કરી શકે. એના કારણે આ કંપની 5-7 એવા ઘરોની તલાશ કરી રહી છે કે જેમાં તે ઓછામાં ઓછા 100 વાંદાઓ છોડી શકે અને જો તે કંપનીને આવું ઘર મળે તો તે ઘરના માલિકને 2000 ડોલર (ભારતમાં દોઢ લાખ રૂપિયાથી પણ વધારે) ની રકમ આપશે.

કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે તે 100 વાંદા ઘરમાં છોડશે ત્યારથી લઇને 30 દિવસ સુધી તે ઘરના માલિક કોઈપણ પ્રકારની પેસ્ટ કંટ્રોલ ટેક્નિકનો ઉપયોગ કરશે નહીં. કંપની તેની રીતે તે વાંદાઓને દૂર કરશે અને જો ‘પેસ્ટ ઇન્ફોર્મર’ કંપનીના પૂરા મહિનાના સંશોધન પછી પણ તે ઘરમાં વાંદાઓ બચશે તો કંપની તેને ભગાડવા માટે પરંપરાગત ઉપાયોનો ઉપયોગ કરશે.

સાથે જ એમણે દાવો કર્યો કે આ પ્રયોગ કુટુંબ અને તેના ઘરેલુ પ્રાણી માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.અને આ સ્કીમ માટે તે ઘરના માલિકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.