અગ્નિપથ યોજનાના વિરોધમાં લખીસરાય અને સમસ્તીપુરમાં ટ્રેનમાં આગચંપી, બિહારમાં ભારેલો અગ્નિ

અગ્નિપથ યોજનાને લઈને શુક્રવારે યુવાનોનો વિરોધ યથાવત રહ્યો છે. બિહારના સમસ્તીપુર અને લખીસરાયમાં શુક્રવારે સવારે યુવકોએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. યુવાનોના ટોળાએ કેટલાય એસી કોચને સળગાવી દીધા હતા. આગ લાગ્યા બાદ એસી કોચની બોગીઓ સળગવા લાગી હતી. આજે સવારે ઉત્તર પ્રદેશના બલિયા રેલવે સ્ટેશન પર યુવકોએ તોડફોડ કરી હતી. ગુરુવારે પણ અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણા રાજ્યોના યુવાનોમાં ઉકળાટ જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ આગચંપી થઈ હતી અને રેલ તેમજ રોડ બ્લોક થઈ ગયા હતા. આ યોજનાના વિરોધમાં ઉત્તર પ્રદેશના બલિયામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

બક્સરના બિહિયા પોલીસ સ્ટેશનના એસઆઈ રામ સ્વરૂપે જણાવ્યું હતું કે હંગામો અને હિંસા ફેલાવનારા મોટાભાગના લોકો શહેરના હતા. તેમણે કહ્યું કે આમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. જેમાં શહેરના લોકોએ સૌથી વધુ ભાગ લીધો હતો અને જાણે બધાને ભાડે રાખવામાં આવ્યા હોય. હિંસામાં એસઆઈ રામ સ્વરૂપ અને અન્ય બે રેલવે કર્મચારીઓ ઘાયલ થયા છે તો બીજી તરફ રાજકીય પક્ષોએ કેન્દ્ર સરકારની આ નવી યોજનાનો વિરોધ શરૂ કરી દીધો છે. આના બચાવમાં યુપીના મંત્રી સ્વતંત્રદેવ સિંહે કહ્યું કે વિપક્ષે પહેલા ખેડૂતોને ઉશ્કેર્યા અને હવે સૈનિકોને ભડકાવી રહ્યા છે.

અગ્નિપથ યોજનાના વિરોધમાં ગઈકાલે આરા રેલ્વે સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી હતી અને જેમાં પોલીસે 16 બદમાશોની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે 650થી વધુ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે.

યુવાનોએ બિહિયા રેલવે સ્ટેશન પર ઉગ્ર વિરોધ કર્યો હતો અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો અને વિદ્યાર્થીઓએ અપ અને ડાઉન લાઈનો પર બેસીને યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓના હંગામાને કારણે અનેક ટ્રેનો ખોરવાઈ હતી.

બક્સરમાં શુક્રવારે સવારે યુવકોએ ડુમરાવ રેલવે સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. ટોળાએ રેલવે ટ્રેક પર ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.અને યુવાનોના વિરોધને જોતા ડુમરાવ સ્ટેશનના આગળના અને છેલ્લા રેલવે સ્ટેશન પર ઘણી ટ્રેનોને રોકવામાં આવી છે. આ દરમિયાન યુવાનોએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ યોજના પાછી લેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.