પાકિસ્તાનમાં શંકાસ્પદ નંબર ઉપર કોલીગ થયાનું બહાર આવતા ગોધરાના મોહમંદ કાસમ ઇશાક પોલાની ATS દ્વારા પુછતાછ

આતંકવાદીઓએ ગુજરાત સહિત દેશમાં આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ કરવાની આપેલી ધમકી બાદ ખાસ કરીનેઅમદાવાદ એટીએસ હાલ એલર્ટ છે અને રાજયના કેટલાક ગુનાહિત માનસ ધરાવતા તત્વોના ફોનના નંબરો શંકાસ્પદ નંબર પર નજર રાખી રહી છે અને આવા લોકોના કોલીંગને ટ્રેસ કરીને એટીએસે લીસ્ટ બનાવ્યું છે જેઓની દરેક હિલચાલ ઉપર ઝીણવટ ભરી નજર રાખવામાં આવી રહી છે અને ત્યારે વડોદરામાં એક તબીબ અને એક યુવતીની અટક કર્યા બાદ ગોધરાના ઇસમના ફોન નંબર પરથી પાકિસ્તાન સ્થિત શંકાસ્પદ નંબર પર કોલીંગ થયા હોવાનું ધ્યાને આવતા એટીએસ છેલ્લા બે દિવસથી ગોધરા ખાતે ધામા નાખ્યા છે.

કારણકે અહીં પવાગઢ ખાતે શ્રી મહાકાળીના દર્શન અને ધ્વજા રોહણ માટે પીએમ મોદી પણ આવી રહયા હોય એટીએસ સતર્ક થઈ ગયુ છે અને તેવા સમયે ગોધરાના મોહમંદ કાસમ ઇશાક પોલાના નંબર પરથી પાકિસ્તાનમાં શંકાસ્પદ નંબર પર કોલિંગ થયાનું ધ્યાને આવતા એટીએસ ની ટીમે તેને જિલ્લા પોલીસવડાની કચેરીમાં બોલાવીને પુછપરછ કરી હતી. એટીએસે નિવેદન લઇને હાલ મોહમંદ કાસમને તેના ઘરે જવા દીધો હતો અને તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એટીએસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર શંકાસ્પદ ગતિવિધિઓ અને ફોન ઉપર શંકાસ્પદ વાતચીત અંગે સઘન તપાસ ચાલુ છે અને જેના ભાગરૂપે શંકાસ્પદ નંબરો ઉપર થયેલા કોલ અને ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.