સરકારી વિભાગમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે આવ્યા છે ખુશીના સમાચાર સ્ટાફ સિલેક્શન કમિશન ટૂંક સમયમાં જ 15,247 પદ પર નિમણૂંક પત્ર જાહેર કરવાની પ્રક્રિયા પુરી કરશે. આ પત્ર આગામી થોડા મહિનાની અંદર અલગ અલગ વિભાગે દ્વારા જાહેર કરવામાં આવશે અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ એક ટ્વિટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.
PIBએ એવું પણ કહ્યું છે કે, ડિસેમ્બર 2022 પહેલા 42,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને એસએસસીએ પોતાની આગામી પરીક્ષાઓ માટે 67,768 ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની યોજના તૈયાર કરી છે.
આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે દેશમાં અગ્નિપથ યોજનાને લઈને હિંસા અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને ત્યારે આવા સમયે વિશ્લેષકોનું માનવું છે કે, એસએસસીની આ જાહેરાત રોજગારની શોધમાં લાગેલા યુવાનો માટે એક ઉત્તમ મોકો બની શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ એલાન કર્યું છે કે, આગામી 1.5 વર્ષમાં કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયોમાં અને વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ જ ક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે યુવાનોને વધારે મોકો આપતા ત્રણ સેનામાં ભરતી કરવા માટે અગ્નિપથ નામની યોજનાની શરૂઆત કરી છે અને જે યોજના અંતર્ગત આગામી થોડા સમયમાં ચાર વર્ષ માટે સેનામાં નોકરી કરવાનો અવસર મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.