અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ભારતીય સેનાએ જરૂરી નોટિફિકેશન બહાર પાડી દીધું છે અને ભરતી માટે રજૂ કરાયેલા આ નોટિફિકેશન મુજબ રજીસ્ટ્રેશન જુલાઈમાં શરૂ થશે અને
ભારતીય સેનાના નોટિફિકેશન મુજબ 8મું અને 10મું પાસ યુવકો પણ આમાં અરજી કરી શકે છે.
કહેવામાં આવ્યું છે કે અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. તેમને કોઈપણ પ્રકારનું પેન્શન કે ગ્રેજ્યુએશન નહીં મળે તેમજ આ સિવાય સૈનિકો માટે ઉપલબ્ધ કેન્ટીનની સુવિધા પણ અગ્નિવીરોને ઉપલબ્ધ થશે નહીં.
અગ્નિવીર જનરલ ડ્યુટી,અગ્નિવીર ટેકનિકલ (એવિએશન/એમ્યુનેશન),અગ્નિવીર કલાર્ક/સ્ટોરકીપર ટેકનિકલ,અગ્નિવીર ટ્રેડ્સમેન 10મું પાસ,અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું પાસ આટલા પદ માટે ભરતી કરવામાં આવશે
તેમનો પગાર – પ્રથમ વર્ષ- 30 હજાર રૂપિયા પ્રતિ માસ ,- બીજું વર્ષ- મહિને 33 હજાર રૂપિયા,- ત્રીજું વર્ષ- રૂ. 36,500 પ્રતિ માસ અને – ચોથું વર્ષ- 40 હજાર રૂપિયા પ્રતિ માસ રહેશે.
ઉપર જણાવેલા પેકેજમાંથી, 30 ટકા દર મહિને અલગથી જમા કરવામાં આવશે અને સરકાર તેના વતી આ રકમ જ જમા કરશે.ચાર વર્ષની સેવાના અંતે દરેક અગ્નિવીરને સર્વિસ ફંડ તરીકે લગભગ 12 લાખ રૂપિયા (વ્યાજ સહિત) મળશે. સર્વિસ ફંડ પર ઇન્કમ ટેક્સ લાગશે નહીં.
અગ્નિવીરને કોઈપણ પ્રકારનું ભથ્થું જેમ કે મોંઘવારી અને લશ્કરી સેવા પગાર વગેરે મળશે નહીં. પરંતુ જેટલો સમય તેઓ સેવામાં છે ત્યાં સુધી તેમને 48 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે.અને એવું કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને એક વર્ષમાં કુલ 30 રજાઓ મળશે. સાથે જ બીમારીના કિસ્સામાં કેટલા દિવસની રજા આપવામાં આવશે, તે બીમારીના આધારે નક્કી કરવામાં આવશે.
ચાર વર્ષની સેવા પૂરી થયા બાદ દરેક બેચના 25 ટકા અગ્નિવીરોની ભારતીય સેનામાં ભરતી કરવામાં આવશે અને આ 25 ટકા અગ્નિવીર વધુ 25 વર્ષ ભારતીય સેનામાં સેવા આપી શકશે.અને જો કોઈ યુવાન 10મું પાસ કર્યા પછી અગ્નિવીર બને છે તો તેને 12મું શિક્ષણ સમાન પ્રમાણપત્ર મળશે. મતલબ કે તેમણે સ્કીમના ચાર વર્ષ પૂરા થયા પછી અલગથી 12મું કરવું પડશે નહીં…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.