યુવક હોય કે યુવતી, લગ્નને લઈને અનેરો જ ઉત્સાહ જોવા મળે છે, પરંતુ હાલમાં જ એક ઘટના સામે આવી છે અને જેમાં યુવક પોતાના લગ્નમાં જવાનું ભૂલી ગયો હતો અને બાદમાં ગર્લફ્રેન્ડે ફરિયાદ કરી તો કહ્યું, મને તો કોઈએ બોલાવ્યો જ ન હતો. આ ઘટના ઑડિશાની છે.
ઓડિશાના એક યુવા ધારાસભ્ય પોતાના લગ્નમાં જવાનું ભૂલી ગયા હતા. લગ્નમાં ધારાસભ્ય બિજય શંકર દાસ સમયસર ન પહોંચવા બદલ મંગેતરે ફરિયાદ નોંધાવી છે તેમજ એ બાદ ધારાસભ્ય બિજય શંકર દાસે કહ્યું, તેમને લગ્નમાં કોઈએ આમંત્રણ આપ્યું નથી. જોકે ધારાસભ્યએ છોકરી તેની મંગેતર હોવાની વાતને નકારી ન હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે યુવતી સાથે લગ્ન કરવા હજુ પણ તૈયાર છે. બિજય શંકર દાસ ઓડિશાના તિર્તોલ વિધાનસભા મત વિસ્તારના બીજુ જનતા દળના ધારાસભ્ય છે.
પોલીસમાં ફરિયાદ નોંધાવનાર ધારાસભ્યની ગર્લફ્રેન્ડે કહ્યું હતું કે ધારાસભ્ય અને તેના પરિવારના સભ્યો સાથે વાત કર્યા બાદ જ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી અને યુવતીના પક્ષના તમામ લોકો સમયસર જગતસિંહપુરની સબ-રજિસ્ટ્રાર ઓફિસે પહોંચી ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ આરોપી ધારાસભ્યએ યુવતીનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
આરોપી ધારાસભ્યની ગર્લફ્રેન્ડ ગણાવતી સોમાલિકા જણાવે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી ધારાસભ્ય બિજય શંકરદાસ સાથે સંબંધ છે અને ધારાસભ્યએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એ બાદ તેણે 17 મેના રોજ લગ્નની નોંધણી માટે અરજી કરી હતી.
અહીં આરોપી ધારાસભ્યનું કહેવું છે કે તેમને તેમના લગ્ન વિશે કોઈ માહિતી નથી. જોકે તેણે આરોપ લગાવનારી યુવતીને તેની મંગેતર કહી છે આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.