અગ્નિવીર માટે એક પછી એક મોટા ઉદ્યોગપતિઓની નોકરી માટે ઓફર હવે રિલાયન્સે પણ કરી જાહેરાત જાણો વિગતવાર….

જ્યારથી કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે ત્યારથી અગ્નિવીરોને નોકરીએ રાખવાની લાઈન લાગી છે અને સરકારી વિભાગોથી માંડીને પ્રાઈવેટ સેક્ટર અગ્નિવીરોને નોકરીએ રાખવાની વાત કરી રહ્યાં છે આ ક્રમમાં હવેદેશના મોટા ઉદ્યોગપતિઓ કેન્દ્રની અગ્નિપથ યોજનાના સપોર્ટમાં આવ્યાં છે. મુકેશ અંબાણી, સંગીતા રેડ્ડીથી માંડીને બીજા કેટલાક ઉદ્યોગપતિઓએ અગ્નિવીરોને નોકરીએ રાખવાની જાહેરાત કરી છે.મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) અને ચેન્નાઇ સ્થિત હેલ્થકેર ગ્રૂપ એપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી માટે જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાને ટેકો આપ્યો છે. આરઆઈએલે અગ્નિપથ યોજનાને “કૌશલ્ય, શિસ્ત અને વધુ બાબતોને આત્મસાત કરવાની સાથે-સાથે યુવાનો માટે રાષ્ટ્રની સેવા કરવાની મૂલ્યવાન તક મેળવવા માટે પથપ્રદર્શક પહેલ” તરીકે બિરદાવી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એવું કહ્યું કે આ યોજના સારી રીતે પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ કાર્યબળ બનાવવામાં મદદ કરશે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દાયકાઓથી મોટી સંખ્યામાં ત્રણેય દળો અને અર્ધસૈનિક દળોના ભૂતપૂર્વ સૈનિકને સામેલ કરી રહી છે અને અમે અગ્નિવીરોને સક્રિયપણે જોડવા અને અમારી ટીમને વધુ મજબૂત કરવા આતુર છીએ.

એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડો.સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે અગ્નિવિર્સને જે શિસ્ત અને કૌશલ્ય પ્રાપ્ત થશે તે આપણા ઉદ્યોગ માટે બજાર-તૈયાર વ્યાવસાયિક ઉકેલો પ્રદાન કરશે અને તેમણે ફિક્કી ઇન્ડિયા, સીઆઈઆઈ, ટાટા કંપનીઝ, આનંદ મહિન્દ્રા, હર્ષ ગોએન્કા અને એપોલો હોસ્પિટલ્સને ટેગ કર્યા અને લખ્યું, “હું દૃઢપણે માનું છું કે અગ્નિવીરો જે શિસ્ત અને કૌશલ્યો પ્રાપ્ત કરશે તે આપણા ઉદ્યોગ માટે બજાર-તૈયાર વ્યાવસાયિક ઉકેલો પૂરા પાડશે તેમજ હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે આપણો ઉદ્યોગ આવા સક્ષમ યુવાનોની ભરતીને ટેકો આપે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.