સુપ્રીમ કોર્ટે 2002માં થયેલા ગુજરાત રમખાણ કેસોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વાળી SITના રિપોર્ટની વિરૂદ્ઘ દાખલ કરવામાં આવેલી અરજીને શુકવારે સવારે થયેલી સુનાવણીમાં ફગાવી દીધી છે અને આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે અને મહત્વનું છે કે, ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપના મોટા નેતાઓ કોર્ટના આ નિર્ણયને વધાવી રહ્યા છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે વિપક્ષ ઉપર પ્રહાર કરતાં મહત્વનું નિવેદન આપ્યું છે.
ગુજરાત રમખાણમાં PM મોદીને ક્લીનચીટનો મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે PM મોદી વિરોધીઓની ચાલ ખુલ્લી પડી ગઇ છે. “2002માં થયેલ કોમી રમખાણો અંગે આક્ષેપો થયેલા. આક્ષેપો સાથે થયેલ પીટીશન સુપીમ કોર્ટે ફગાવી દીધી છે. નરેન્દ્ર મોદીને બદનામ કરવાની રાજકીય ચાલ હતી. PM મોદીને અગાઉ ક્લીનચીટ મળવા છતા પીટીશન કરાઇ હતી. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા વિપક્ષે પ્રયાસ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પીટીશન ફગાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યુ છે અને PMને બદનામ કરવાના વિપક્ષના નાકામ પ્રયાસો નિષ્ફળ કર્યા છે.
તો બીજી તરફ સમગ્ર મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે 2002માં ગુજરાત સરકારે રમખાણો રોકવાના પ્રયાસ કર્યા હતા. તત્કાલિકન CM નરેન્દ્ર મોદી નિર્દોષ સાબિત થયા હતા.મોદી સાહેબની સતત 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.અને જે લોકોએ આ સમગ્ર કાવતરા કર્યા હતા તે ખુલ્લા પડ્યા અને કોંગ્રેસ દ્વારા સતત નરેન્દ્ર મોદીને હેરાન કરવાના પ્રયાસ કર્યા આજે સુપ્રીમકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
ઉલ્લેખીય છે કે, વર્ષ 2002માં ગુજરાત રમખાણો દરમિયાન ઝાકીયા જાફરીના પતિ અને તે વખતે કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરીને તોફાની ટોળાઓએ ગુલબર્ગ સોસાયટીમાં હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલે એહસાન જાફરીની વિધવા પત્નીએ જાકીયા જાફરીએ એસઆઈટીના રિપોર્ટને સુપ્રમી કોર્ટમાં અરજી દાખલ કરી રિપોર્ટને પડકાર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.